શૈલેષ લોઢા બાદ હવે તારક મહેતાની આ હિરોઈન શો છોડી દેશે, સલમાન ખાન દ્વારા આપવામાં આવી ખૂબ જ મોટી ઓફર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે. આ સીરિયલ છેલ્લાં 14 વર્ષથી sony ઉપર પ્રસારિત કરવામાં આવી રહી છે. આ સીરિયલને લોકો દ્વારા ખૂબ જ વધુ પ્રેમ મળ્યો છે. શૈલેષ લોઢા બાદ હવે તારક મહેતા માંથી બબીતા નો રોલ ભજવનાર મુનમુન દત્તા આ સીરિયલ છોડી દેવાનો ખૂબ જ મોટો નિર્ણય લઈ લીધો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર મુનમુન દત્તાની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ છે .અને bigg boss દ્વારા તેમને ખૂબ મોટી ઓફર આપવામાં આવી છે. બબીતા બીગ બોસના 15માં સિઝન માટે બે દિવસ સુધી ઘરમાં રહી હતી. તેમજ મુનમુન હવે રિયાલિટી શોમાં થોડા સમયમાં નજર આવશે અને તારક મહેતા છોડી દેવાનો નિર્ણય લઈ લીધો છે.

મુનમુન દત્તા એટલે કે બબીતાજી પુણે ની રહેવાસી છે અને કરિયર માટે તે મુંબઈમાં આવી હતા અને શરૂઆતમાં તેમને મોડેલિંગમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. જીટીવિ સિરીયલ ૨૦૦૪ માં તેમને ડેબ્યૂ કર્યું હતું. તેમજ તેમના કામના કારણે તેમને મુંબઈમાં નાનું-મોટું કામ મળવા લાગ્યું હતું અને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા હતા.

અત્યાર સુધી તારક મહેતા સીરીયલ ને અનેક કલાકારો શો છોડી દીધો છે જેમાં દિશા વાકાણી, જીલ મહેતા, નિધિ ભાનુશાલી, ભવ્ય ગાંધી, મોનિકા ભદોરિયા, ગુરુચરણ સિંઘ ,દિલખુશ રિપોર્ટર, નેહા મેહતા વગેરે કોઇને કોઇ કારણસર આ શો છોડી ને ચાલી ગયા છે. કવિ કુમાર આઝાદ અને ઘનશ્યામ નાયક નું મૃત્યુ થવાના કારણે તે પણ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં નજર આવતા નથી.

Leave a Reply

Your email address will not be published.