શાળા પ્રવેશોત્સવના મધ્યાહન ભોજનમાં દાળ-ઢોકળી માંથી ગરોળીનું બચ્ચું નીકળ્યું, આચાર્ય નો ગજબનો જવાબ

ઉના નજીક આવેલા શા.ડેસર ગામે સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની તૈયારીઓ ચાલુ હતી તે સમયે શિક્ષકો છાત્રોને સરકારના અનેક નિયમો વિશે સમજાવી રહ્યા હતા અને પ્રાથમિક શાળા ના ગુણગાન ગાઈ રહ્યા હતા તે સમયે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ દરેક લોકો જમવા માટે મધ્યાન ભોજન માં જઈ રહ્યા હતા તે સમયે અચાનક જ દાળ ઢોકળી માંથી ગરોળી નું બચ્ચું નીકળ્યું હતું.

ધોરણ 6 વિદ્યાર્થી ની ડિશ માં આ નીકળતા તે તાત્કાલિક ધોરણે આચાર્યને બતાવતા આચાર્ય પણ ચોંકી ઉઠયા હતા. ત્યારબાદ સમગ્ર વાત ગ્રામજનોનું સુધી પહોંચતા તાત્કાલિક ધોરણે ગામના સરપંચ સાહેબ ટીડીઓ અને ડીડીઓ ત્યાં દોડી આવ્યા હતા.

અભ્યાસ કરતાં દરેક વિદ્યાર્થીઓની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને દરેક વિદ્યાર્થી ભય મુક્ત હોય તેવું સામે આવ્યું છે. ત્યારબાદ ગ્રામજનોએ તથા ઉચ્ચ અધિકારીના લોકોએ આચાર્ય સાહેબ આ સંસ્થામાં જોડાયેલ દરેક વ્યક્તિ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકાર તરફથી હંમેશા હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવે છે જેના કારણે અનેક વાર શાકભાજી અને કઠોરમાં કીડા આવતા હોય છે અને અનેક વાર આ વિશે રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ રીતે કાર્યવાહી કરવામાં આવી નથી.

સમગ્ર વાતનો ખુલાસો ગામના સરપંચ દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ગામમાં પહોંચી ગયા હતા અને મેડિકલ ટીમ બોલાવીને બાળકોની તપાસ કરવામાં આવી હતી.

ભોજન સમારંભ દરમિયાન પ્રાથમિક શાળાના મધ્યાન ભોજન રસોઈ પીરસતી વખતે એક વિદ્યાર્થીની થાળીમાં ગરોળી નું બચ્ચું નીકળતા સમગ્ર વાતનો ખૂબ જ મોટો હોબાળો થઈ ગયો હતો અને તાત્કાલિક ધોરણે મામલતદારને પણ જાણ કરવામાં આવી હતી.આચાર્ય આ વિશે જાણ ન હોવાની વાત કરી હતી.

આપણે અનેકવાર આવા કિસ્સા સાંભળ્યા છે જ્યાં મધ્યાન ભોજન માં સરકાર સહિત અનેક લોકો બેદરકારી ચાલે છે જેનું પરિણામ અમુક સમયે વિદ્યાર્થીઓને ભોગવવું પડતું હોય છે થોડા સમય પહેલા એક ગામમાં મધ્યાન ભોજનમાં ઇયર નીકળી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ સમગ્ર વાત ઉચ્ચ અધિકારીઓને કરીને શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published.