શેરીની ગંદકીના કારણે રસ્તામાં બે મહિલાઓ વચ્ચે થયુ ધમાસાન યુદ્ધ, વાંચો આ લેખ અને જુઓ તસ્વીરો…

આજકાલ સોશિયલ મીડિયાથી કંઈ છુપુ નથી. હરિયાણા ફરીદાબાદ જિલ્લાના બસંતપુર ગામમાં બે મહિલાઓના ઝઘડાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. કહેવામાં આવે છે કે બે મહિલાઓ વચ્ચે ગેરસમજ ના લીધે ઝઘડો શરૂ થયો હતો અને પછી લાકડી અને લાતો થી મારામારી થઈ હતી.

આ વીડિયોમાં જોવા મળે છે કે બંને મહિલા રસ્તાની વચ્ચે જ મારામારી પર ઉતરી આવી હતી. કહેવામાં આવે છે કે આ ઝઘડો શેરીને ગંદકીના કારણે શરૂ થયો હતો. પરંતુ તેમાં કંઈક ગેર સમજતા થતાં ઝઘડો ખૂબ જ આગળ વધી ગયો હતો. ત્યાં ઉભેલા શેરી ના અન્ય લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી અને સોશિયલ મીડિયા પર તેનો વિડીયો વાયરલ થઈ ગયો.

પહેલા તો શેરીની ગંદકીને લીધે ઝઘડો શરૂ થયો હતો પરંતુ બીજા પક્ષની મહિલાને લાગ્યું કે તેના પરિવાર વિશે વાતચીત થઈ રહી છે. તેથી આ ઝઘડામાં વળાંક આવ્યો હતો અને ત્યારબાદ બંને મહિલાઓ એકબીજાના વાળ ખેંચીને તેમજ મુક્કાબાજી કરીને મારપીટ કરી રહી હતી. જોકે સોશિયલ મીડિયા ઉપર એક હાસ્યાસ્પદ ઘટના તરીકે લેવામાં આવી.

થોડીવારમાં ત્યાં શેરીના ઘણા બધા લોકો ભેગા થઇ ગયા અને આ બંને મહિલાઓને છોડવાના પ્રયત્નો કર્યા. આ ઘટનાનો વીડિયો જોતા ખૂબ જ રમૂજી લાગે છે કારણ કે આ મહિલાઓ નાના બાળકોની જેમ વાળ ખેંચી ખેંચીને બાંધતી હતી. ત્યારબાદ લોકોએ બંને મહિલાઓને દૂર કરી અને બાધતા અટકાવી. તો પણ તેને રાડો નાખી ને એકબીજા સાથે ઝઘડો કરવાનું મૂક્યું નહીં. ઘણા લોકોએ તો ત્યાં ઉભા ઉભા આ મહાભારતને એન્ટરટેઇનમેન્ટ તરીકે ખુબ જ એન્જોય કર્યું અને તેનો વિડીયો પણ ઉતાર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *