શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ગુજરાતના શિક્ષણ માં બદલાવ, અંગ્રેજી વિષય હવે ધોરણ 1 થી 3 માં પણ ભણાવવામાં આવશે

અમદાવાદમાં યોજવામાં આવેલ મિટિંગમાં શિક્ષણ મંત્રી દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવેલ છે. જીતુ વાઘાણી દ્વારા ગુજરાતના શિક્ષણ સ્તરને ઉંચુ લાવવા માટે ખૂબ જ મોટો લીધો છે. થોડા સમય બાદ 2022 ના નવા સત્ર થી સ્કૂલો ચાલુ કરવામાં આવશે.

જીતુ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે ધોરણ એક થી ત્રણ ના ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિશે ચોક્કસ રીતે સમાવેશ કરવામાં આવશે. જીતુ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતી વિષય છે પરંતુ તેમાં હવે અંગ્રેજી વિષય પણ બાળકોને ભણાવવામાં આવશે.

જીતુ વાઘાણી દ્વારા અચાનક જ ખબર મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને તેમણે કહ્યું હતું કે ધોરણ ત્રણ માં પુસ્તક અને ધોરણ- એક અને બે માં ચિત્ર દ્વારા બાળકોને અંગ્રેજી વિષય જીત શીખવાડવામાં આવશે. તેમજ શિક્ષકોને થોડા સમય સુધી સરકાર દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે જેથી તે બાળકોને સારી રીતે અભ્યાસ કરી જીવનમાં આગળ વધવા ને તાલીમ આપી શકે.

ત્યારબાદ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતી આપણી માતૃભાષા છે તેમજ તેની સાથે સંકળાયેલું રહેવું જોઈએ પરંતુ વધતી જતી ટેકનોલોજીના કારણે હવે આપનું પ્રભુત્વ અંગ્રેજી માધ્યમમાં પણ હોવું જોઈએ.

જીતુ વાઘાણીએ જણાવ્યું કે હાલ ગુજરાતમાં ધોરણ ચાર બાદ એટલે કે ધોરણ પાંચ માં અંગ્રેજી વિષય શીખવાડવામાં આવે છે. અંગ્રેજી ભાષાનો દિવસેને દિવસે વર્ચસ્વ ખૂબ જ વધી રહ્યું છે જેના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓ પાછળ ન રહી જાય તે માટે સરકાર દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં 32000 સ્કૂલમાં 51 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ફક્ત ધોરણ 1 થી 8 નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.