શિવ અને પાર્વતી બનશે આ રાશીજાતકોના પાલનહાર, કાર્યક્ષેત્રે મળશે સફળતા અને પૂરી થશે અધુરી ઈચ્છાઓ, જાણો કેવું રહેશે તમારી રાશીનું ભાગ્ય…?

વૃશ્ચિક રાશિ :

વેપાર-ધંધામાં તમારા ભાઈ ની મદદથી તમને સારા પરિણામ પ્રાપ્ત થશે, તેમજ તમારી માનસિક સ્થિતિ શાંત રહેશે. તમારા દૈનિક કાર્યો માં વધારે ખર્ચ થતા તમારે સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે. વારસાગત સંપત્તિ બાબતે ભાઈ બહેન સાથે વિવાદ ચાલી રહ્યો હશે તો તે દૂર થશે.

ધન રાશિ :

આજના દિવસે ખાસ કરીને વિદ્યાર્થીઓને ઉત્તમ ફળ ની પ્રાપ્તિ થશે તેમની બુદ્ધિ અને જ્ઞાનમાં વધારો થશે જેથી પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકશે. ધાર્મિક કાર્યમાં તમારું મન લાગશે જેથી તમારા ભાગ્યના તારા ચમકી જશે અને તમને આર્થિક રીતે ખૂબ જ લાભ થશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

મકર રાશિ :

તમારા માતા-પિતા તેમજ અધિકારીઓ ની કૃપાથી તમે કેટલીક વસ્તુઓ પૂર્ણ કરી શકશો. જો તમે કોઇ યોગ્ય જગ્યાએ રોકાણ કરશો તો તમારા વિચાર્યા કરતા પણ વધારે લાભ મળી શકે છે. વિદેશમાં નોકરી કરવી હોય તે લોકોને આ સમય દરમિયાન સારી ઓફર પ્રાપ્ત થશે. સસરા પક્ષ તરફથી તમને માન-સન્માન મળશે.

કુંભ રાશિ :

આ સમય દરમ્યાન તમારા બુદ્ધિ અને વિવેક માં વધારો થશે જેથી વ્યાપાર બાબતે તમને વધારે લાભ જોવા મળશે. તમારા કોઈ પ્રિય વ્યક્તિ તમારા પર આંખ બંધ કરીને ભરોસો કરે છે તેથી તેને ક્યારેય દગો ન આપવો. સાંજ થી લઈને રાત્રી સુધી તમે તમારા પરિવાર સાથે સમય પસાર કરશો આ દરમિયાન તમે કોઈ યાત્રા પર પણ જઈ શકો છો.

મીન રાશિ :

તમારા પુત્ર-પુત્રી સાથે કોઈ વાત પર વાદ-વિવાદ ચાલતા હશે તો તે દૂર થશે અને તમારું મન પ્રસન્ન રહેશે. વ્યાપાર બાબતે સહયોગીઓ પાસેથી મદદ મળવાથી આર્થિક લાભ થશે. તમે ખુશ મિજાજ વાળા વ્યક્તિને મળશો, જેને લીધે તમારો દિવસ આનંદિત પસાર થશે. તમારા મિત્રોની સંખ્યા માં વધારો થતાં તમારું સામાજિક માન-સન્માન પણ વધશે.

મિથુન રાશિ :

આ રાશિના લોકોએ બધી ચિંતા દૂર કરીને માત્ર કાર્યમાં ધ્યાન આપવું જોઈએ અને શાંતિ નો શ્વાસ લેવો જોઈએ. સંતાનોના લગ્ન બાબતે અડચણ આવતી હશે તો આ યોગની શુભતા લીધે તે પણ દૂર થઈ જશે. પરિવારના સભ્યો ખુશી ખુશી એકબીજા સાથે સમય પસાર કરશે અને જીવન નો ભરપુર લાભ ઉઠાવશે.

કર્ક રાશિ :

આ રાશિના લોકોને સંતાન પક્ષ તરફથી ખુશીના સમાચાર મળશે તેમજ નોકરીના ક્ષેત્રમાં પણ તેમને અચાનક ટ્રાન્સફર ઓર્ડર અથવા તો પ્રમોશન મળી શકે છે. તમે તમારા પ્રેમી ની મુલાકાતે જઈ શકો છો તેમજ તેના પરિવાર સાથે પણ મુલાકાત કરાવી શકશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

સિંહ રાશિ :

આ સમય દરમિયાન તમારું ભાગ્ય પૂર્ણ સાથ દેશે જેથી તમે મહેનત કરવા માટે તૈયાર થઈ જાઓ આ સમય દરમ્યાન કરવામાં આવેલ મહેનતનું પરિણામ તમને અવશ્ય મળશે. જેથી તમારા કાર્ય અનેક ગણા સારી રીતે પૂરા થશે. આ ઉપરાંત મારા વેતન માં પણ વધારો થવાની સંભાવના છે.

કન્યા રાશિ :

નોકરી અને વ્યવસાયિક બાબતોમાં તમને સારો એવો લાભ દેખાશે, જેથી તમે આ ક્ષેત્રમાં વધારે આગળ વિકાસ કરવાનું વિચારશો. પાડોશી સાથે ચાલી રહેલા વિવાદ દૂર થશે તેમજ કોર્ટ-કચેરીની બાબતમાં પણ તમને રાહત મળી જશે. કાર્ય ને પૂર્ણ કરવા માટે આજે તમારે કેટલાક લોકોની મદદ ની જરૂર પડશે. પરિવારના સભ્યો તમારો સહયોગ હંમેશા આપશે, તેમજ ધાર્મિક કાર્યમાં તમે પરિવાર સાથે ભાગ લેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *