શિવાંગી જોશીથી લઈને રૂપાલી ગાંગુલી સુધી, રસોડું છોડીને મહિલાઓને બિઝનેસ કરતા પણ શીખવે છે ટીવીની આ વહુઓ

નાના પડદા પર ઘણી ટીવી સિરિયલો છે જે મનોરંજનની સાથે સાથે મહિલાઓના સશક્તિકરણની પર પણ ભાર મૂકે છે. યે રિશ્તા ક્યાં કહેલાતા હેથી અનુપમાં જેવી સુપરહિટ સિરિયલ્સમાં મહિલાઓ રસોડું છોડીને બિઝનેસમાં સફળતા મેળવતી દેખાય છે. ચાલો એક નજર કરીએ:

ટીવી શો બન્ની ચાવ હોમ ડિલિવરીમાં, બન્નીનું પાત્ર ભજવનાર ઉલ્કા ગુપ્તા , ટિફિન સેવા ચલાવે છે. ડિલિવરી પણ તે પોતે જ કરે છે. સ્વરણના ઘરમાં, મુખ્ય પાત્ર સ્વરણ, તેની ત્રણ પુત્રીઓ સાથે, ફેસ ક્રીમનો વ્યવસાય કરે છે.

અનુપમા સિરિયલ અનુપમામાં પોતાની ઓનલાઈન ડાન્સ એકેડમી ચલાવે છે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાની બે ભાભી એટલે કે વર્ષા અને જસમીત કપડા ડિઝાઇન કરવાનું કામ શરૂ કરે છે. બંનેને આ બિઝનેસમાં ઘણી સફળતા પણ મળે છે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં, નાયરા, જેનું પાત્ર શિવાંગી જોશી ભજવતી હતી, તે તેની ડાન્સ એકેડમી ચલાવે છે અને મોટા પરિવારમાંથી હોવા છતાં તેના સપનાઓ પૂર્ણ કરે છે.

 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં માધવી ભાભીનું પાત્ર ભજવતી સોનાલિકા જોશી આચાર પાપડનો બિઝનેસ કરતી બતાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.