શો તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં દયાબેનનું પાત્ર ભજવવાની આ કારણે દિવ્યાંકા ત્રિપાઠીએ ના પાડી દીધી હતી

કોમેડી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 2008થી પ્રસારિત થઈ રહી છે. આટલા વર્ષો દરમિયાન આ ટીવી સિરિયલે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, આ સિરિયલમાં ઘણા સ્ટાર્સ જોડાયા હતા, જ્યારે ઘણા સ્થાપિત કલાકારોએ આ સમય દરમિયાન આ સિરિયલને અલવિદા પણ કહ્યું હતું.

આવું જ એક પાત્ર છે ‘દયા બેન’ જે અભિનેત્રી દિશા વાકાણી ભજવતી હતી. દિશા દ્વારા ભજવવામાં આવેલ દયા બેનનું પાત્ર દર્શકોમાં ખૂબ જ ફેમસ છે, પરંતુ વર્ષ 2017 માં, અભિનેત્રીએ સીરિયલમાંથી મેટરનીટી લિવ લીધી, ત્યારબાદ તે આજ સુધી સીરિયલમાં પાછી આવી નથી.

જો સમાચારનું માનીએ તો સીરિયલના મેકર્સ દ્વારા ઘણી વખત પ્રયાસ કરવામાં આવ્યો હતો કે દિશા કમબેક કરી લે પરંતુ સફળતા મળી ન હતી. એ દરમિયાન, એવા સમાચાર પણ આવ્યા હતા કેસીરિયલના મેકર્સ દ્વારા ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને દયા બેનના રોલ માટે એપ્રોચ કરવામાં આવી રહી છે.

દિવ્યાંકા નહોતી ઇચ્છતી કે તે એક કલાકાર દ્વારા પહેલેથી જ સ્થાપિત કરેલ પાત્ર ભજવે, તેમજ અભિનેત્રીનું બધું જોર એવા પાત્રને ભજવવા પર હતું જે ફ્રેશ હોય. દિશાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કમબેક કરવું જોઈએ પરંતુ જો તે નહીં આવે તો સીરિયલ નવી દયા બેન સાથે આગળ વધશે.

Leave a Reply

Your email address will not be published.