શું આલિયા ભટ્ટ લગ્ન પછી બોલીવુડને અલવિદા કહેશે? જાણો કપૂર ફેમિલી નો ઇતિહાસ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એક્ટર રણબીર કપૂરના લગ્નની ચર્ચા જોરમાં છે. ફિલ્મી દુનિયાનું આ હોટ કપલ આ અઠવાડિયે મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યું છે.બંનેના લગ્ન ઘણી રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે આ દ્વારા બોલિવૂડના બે મોટા પરિવાર એકબીજા સાથે જોડાવા જઈ રહ્યા છે.આલિયા કપૂર પરિવારની વહુ બનવા જઈ રહી છે,

જ્યારે રણબીર ભટ્ટ પરિવારનો જમાઈ બની રહ્યો છે. આ કારણે બંને સ્ટાર્સના ફેન્સ આ લગ્નથી ઘણા ખુશ છે, પરંતુ આ દરમિયાન કેટલાક લોકો એક સવાલ પણ ઉઠાવી રહ્યા છે, જે મહત્વપૂર્ણ પણ છે. લોકો કહે છે કે આલિયા લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કરશે કે પછી કપૂર પરિવારની અન્ય વહુઓની જેમ બોલિવૂડને અલવિદા કહી દેશે?

ગીતા બાલી

ગીતા બાલી ૪૦ના દશકમાં સૌથી મોટી હિરોઈન હતી તેમને 12 વર્ષની ઉંમરમાં જ બોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી દીધું હતું પરંતુ ૧૯૪૬માં બદનામી મુવી માં કામ કરીને તેમની પોતાની આગવી ઓળખ મળી હતી. 1950 આવતા હતા તે બહુ મોટી સ્ટાર બની ગઈ હતી. ત્યારબાદ તે શમ્મી કપૂર જોડે પ્રેમ કરી બેઠી હતી. ત્યારબાદ લગ્ન કરીને તેમને પોતાનું કેરિયર છોડી દીધું હતું.અને લગ્ન બાદ તે કોઈ પિક્ચર માં જોવા મળી નથી કેમ 1965માં તેમનું મૃત્યુ થઈ ગયું.

બબીતા કપૂર

કરિશ્મા કપૂર અને કરીના કપૂરની માતા બબીતા કપૂર એ તેમના જીવનમાં ખૂબ જ મુવી માં કામ કર્યું છે. અને બબીતા કપૂર ખૂબ જ સારા એક્ટર્સ હતા લોકો દ્વારા તેમને ખૂબ જ પ્રેમ મળે છે. કે કપૂર પરિવારના લોકો સાથે મુવી કામ પણ કરી ચૂકી છે. ત્યારબાદ તેમણે કપૂર પરિવારમાં લગ્ન કરી લીધા હતા પરંતુ લગ્ન બાદ તે કોઈ મુંબઈમાં જોવા મળી નથી.

નીતુ કપૂર

નીતુ કપૂર ને બોલિવૂડમાં નાની ઉંમરમાં જ કામ મળવા લાગ્યું હતું. ત્યારબાદ લોકો દ્વારા તેમને ખૂબ જ પ્રેમ લાગ્યો હતો તે સમયે તે ઋષિ કપૂર સાથે એક મુવી માં કામ કરી રહી હતી અને બંને ના સુપરહિટ ગીતો લોકો દ્વારા ખૂબ જ વધુ પસંદ કરવામાં આવી રહ્યા હતા. 80ના દાયકામાં ઋષિ કપૂર અને નીતુ કપૂર એ લગ્ન કરી લીધાં હતાં. લગ્ન બાદ નીતુ કપૂર કોઈ મુવી માં જોવા મળી નથી તેમજ પતિ ના મૃત્યુ બાદ કેટલીક સીરીયલ તેમજ ટીવી શોમાં જોવા મળી રહી છે.

આલિયા ભટ્ટ થોડાક સમયમાં કપૂર પરિવારની બહુ બનવાની છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ૧૫ એપ્રિલ ના રોજ લગ્ન કરે તેવી શક્યતા છે. હવે વાત જોવાની રહી કે આલિયા ભટ્ટ આગામી દિવસમાં મુવી માં કામ કરશે કે નહિ ?

Leave a Reply

Your email address will not be published.