શું સ્માર્ટવોચથી સ્કેન કરીને પણ ફાસ્ટેગ એકાઉન્ટમાંથી ચોરી થઈ શકે છે ? જાણો હકીકત

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક બાળક કાર ના કાચ સાફ કરવાના બહાને ઘડિયાળ માંથી FasTag સ્કેન કરી રહ્યો છે. અને ત્યાર બાદ બાળક ત્યાંથી ભાગી જાય છે અને વિડિયો બનાવનાર વ્યક્તિ ને કહેવું છે કે આ રીતે ખૂબ જ મોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે.

આ વિડીયો જોઈને દરેક લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે શું આ રીતે છેતરપિંડી કરી શકાય ખરી? ત્યારબાદ આ લોકો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરે છે અને થોડા સમયમાં સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ધૂમ મચાવે છે. આ વિડીયો જોઇને દરેક લોકો ચિંતામાં મુકાઇ જાય છે અને સરકાર સામે આંગળી કરે છે.

વિડિયો બનાવનાર વ્યક્તિ નું એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બાળક પોતાના હાથમાં સ્માર્ટ વોચ પહેરીને FasTeg સ્કેન કરે છે. પરંતુ આ શક્ય બન્યું નથી અને કોઈ પણ વ્યક્તિ છેતરપિંડી આ રીતે કરી શકે નહીં. સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ સ્કેનર જ પૈસા કાપી શકે છે.

જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં સરકારે તાત્કાલિક ધોરણે જવાબ આપતાં જણાવ્યું છે કે દરેક ટોલટેક્સ ઉપર unicode આપવામાં આવે છે તે ફક્ત સરકાર દ્વારા ઓથોરાઇઝ હોય છે તેના સિવાય બીજું કોઈ પણ વ્યક્તિ ખાતામાંથી પૈસા કાપી શકતું નથી.

સમગ્ર મામલે paytm એ આ વીડિયોને ખોટો હોય તેવું સાબિત કર્યું છે અને પેટીએમ નું કહેવું છે કે FasTeg સંપૂર્ણ રીતે સુરક્ષિત છે તેમાં કોઈપણ રીતે પૈસા કાપી શકાતા નથી.

ત્યારબાદ આ વિડિયો FasTeg NETC પર અપલોડ કરવામાં આવ્યું હતું અને લખવામાં આવ્યું હતું કે આ FasTeg સરકાર દ્વારા માન્ય મર્ચન્ટ એકાઉન્ટ જ સ્કેન કરી શકે છે. ત્યારબાદ દરેક લોકોએ રાહતનો શ્વાસ લીધા હતા અને સરકારની આ સુવિધા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે તેવું સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.