શ્વેતા બચ્ચન ની એક વાત ના કારણે જયા બચ્ચને એકટિંગ ની દુનિયા છોડવી પડી હતી, જાણો શ્વેતાએ શું કીધું જયા બચ્ચનને

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન અને ૩ જૂનના દિવસે મેરેજ એનિવર્સરી હતી. આ બંનેના લગ્ન 1973માં થયા હતા. છેલ્લા 49 વર્ષથી તે બંને એકબીજા સાથે ખુશી ખુશી જિંદગી જીવી રહ્યા છે. પોતાના જીવનમાં અનેકવાર સુખ અને દુઃખ નો સામનો કરવો પડ્યો છે. પરંતુ બન્ને એક બીજાનો સાથ કોઈ દિવસ છોડ્યો નથી. તમને જણાવી દઈએ કે લગ્નના થોડા સમય બાદ જયા બચ્ચન મુવી માં કામ કરતા નજર આવતા હતા. પરંતુ એક દિવસ શ્વેતા બેટી એ એવી વાત કહી દીધી કે જયા બચ્ચને મુવી માંથી કામ કરવાનું છોડી દીધું હતું. તે પૂરેપૂરી રીતે પરિવારને સંભાળવામાં લાગી ગઈ હતી. જાણો સંપૂર્ણ માહિતી.

જયા બચ્ચન અનેક સુપરહિટ મુવી માં નજર આવી હતી. 1973 માં ફિલ્મ જંજીર બાદ તેમણે અમિતાભ બચ્ચન જોડે લગ્ન કરી લીધા હતા અને એક વર્ષ બાદ શ્વેતા બચ્ચનનો જન્મ થયો હતો.ત્યારબાદ જયા બચ્ચને બીજા બાળક એટલે કે અભિષેક બચ્ચન ને જન્મ આપ્યો હતો. બંને બાળકો હોવા છતાં તે મુવી માં કામ કરી રહ્યા હતા જેથી કરીને પોતાના પરિવારને તે પૂરતો સમય આપી શકતા નહતા.

 

શ્વેતા બચ્ચન અને પોતાના માં ની કમી મહેસૂસ થવા લાગી હતી. તેથી શ્વેતા બચ્ચન ને એક દિવસે ઘરે કહી દીધું કે મમ્મી તમે કામ પર ન જવા ફક્ત કામ પપ્પાને જ કરવા દો આ વાત જયા બચ્ચનને દિલમાં ઉતરી ગઈ હતી. જયા બચ્ચને આ વાતને સાબિત થતા તેમને એક્ટિંગની દુનિયામાં થી અલવિદા કહી દીધુ હતું. જયા બચ્ચનને સૌપ્રથમ ગુડ્ડી મુવી માંથી પોતાનું બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાના સફળ કામના કારણે તેમને અન્ય મુવી માં કામ મળવા લાગ્યો હતો અને ત્યારબાદ તે અમિતાભ બચ્ચન સાથે પણ કામ કરવા લાગ્યા હતા.

આ મુવી દરમિયાન તેમને એકબીજા સાથે મુલાકાત થઈ હતી ત્યારબાદ બંને એકબીજાના સારા મિત્ર બન્યા હતા અને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. જેથી કરીને તેમને લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો. અમિતાભ બચ્ચન ઇચ્છતા હતા કે તેમનું મુવી હિટ જશે તો પોતાની ટીમ સાથે લન્ડન ફરવા માટે જશે પરંતુ આ વાત હરિવંશરાય બચ્ચનને પસંદ ન આવી અને બન્નેના લગ્ન કરાવીને જ ફરવા મોકલ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.