સિધુ મુસેવાલા પાસે હતી કરોડની કાર, જુઓ તેનું કાર કલેક્શન

29 મેનો દિવસ પંજાબ રાજ્ય અને પંજાબી સંગીતના ચાહકો માટે કાળા દિવસ સમાન હતો. આ દિવસે લોકપ્રિય પંજાબી ગાયક સિધુમુસે વાલાને ગોળી મારીને તેને મારી નાખવામાં આવ્યો. તેના પર 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તે પોતાની થાર ગાડીમાં સવાર હતો ત્યારે હુમલાખોરોએ તેના પર ગોળીઓનો વરસાદ શરૂ કરી દીધો. જેમાં તેનું મોત ઘટના સ્થળે જ થઈ ગયું.

સીદ્ધુ મુસેવાલાના પંજાબી ગીતને લાખો લોકો પસંદ કરતા હતા. સિધુ મુસેવાલા કારનો શોખીન હતો અને તેની પાસે કરોડોની કિંમતની કાર હતી. તો ચાલો જે તમને પણ જણાવ્યું કે તેના કાર કલેક્શનમાં કઈ કારનો સમાવેશ થાય છે.

 

1 તેના કાર કલેક્શન માં ફોર્ડની mustang gt નો સમાવેશ થાય છે. આ કાર અમેરિકી કાર નિર્માતા કંપની ફોર્ડ દ્વારા બનાવવામાં આવી છે જેનું દુનિયામાં મોટું ફોલોઇંગ છે. આ કારમાં એસ્પિરેટેડ V8 એન્જિન છે જે 400 બીપીએચ પાવર અને 515 એનએમ ટોર્ક આપે છે. તેની કિંમત 75 લાખ રૂપિયા છે.

2. આ લિસ્ટમાં બીજી કાર આવે છે એસયુવી ક્લાસની રેન્જ રોવર સ્પોર્ટ, જેમાં 3 લીટર 6 સિલેંડર ટર્બોચાર્જ્ડ એન્જીન હોય છે અને તેની કીંમત 91.23 લાખ રૂપિયા છે.

3. રેન્જ રોવર સીરીઝની રેન્જ રોવર સ્પોર્ટ એચએસઈ કાર પણ તેના કલેકશનમાં છે. જેની કીંમત 1.22 કરોડ રૂપિયા છે. તેમાં વી8 એન્જીન લાગે છે અને તે 518 બીએચપી પાવર ઉત્પન્ન કરે છે.

4. ભારતમાં આ એસયુવીનો ભારે ક્રેઝ છે. આ કાર છે ટોયોટાની ફોર્ચુનર. આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને વિકલ્પ સાથે આવે છે અને તે 2.7 લીટર ટર્બોચાર્જ્ડ એન્જીન સાથે આવે છે.

5. ભારતમાં આ કારને માફિયાકાર તરીકે ઓળખવામાં આવે છે. આ કાર છે મહિંદ્રા સ્કોર્પિયો. સિદ્ધુ મુસેવાલાએ આ કારમાં અલગ જ મોડીફિકેશન કર્યા હતા. તેણે તેને વધુ આકર્ષક બનાવી હતી.

6. આ કારમાં છેલ્લી કાર છે મારુતિ કંનીની gypsy. તેણે આ કારને કસ્ટમાઈઝ કરાવી અને અનોખી બનાવી હતી.

Leave a Reply

Your email address will not be published.