સિમ્પલ ડ્રેસ અને માંગમાં સિંદૂર સાથે સામે આવ્યો આલિયા ભટ્ટનો ફોટો, રણબીર સાથે આપ્યો પોઝ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.બંને સ્ટાર્સે ખૂબ જ સિમ્પલ અને સાદગીથી લગ્ન કર્યા હતા. લગ્નમાં ન તો રણબીર ઘોડા પર ચડ્યો કે ન તો વરઘોડો કાઢ્યો છતાં પણ આ લગ્ન બોલિવૂડના શ્રેષ્ઠ લગ્ન રહ્યા છે.

આલિયાએ પોતે પોતાના ઇન્સ્ટા પર લગ્નની તસવીરો શેર કરી હતી, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. લગ્ન બાદ હવે પહેલીવાર રણબીર અને આલિયાનો એક ફોટો સામે આવ્યો છે જેમાં બંને સિમ્પલ લુકમાં સાથે જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રણબીર અને આલિયા સાથે દેખાઈ રહ્યા છે. વાયરલ ફોટોમાં આલિયા સિમ્પલ સૂટમાં જોવા મળી રહી છે અને તેણે માંગમાં સિંદૂર પણ લગાવ્યું છે.

રણબીર રેડ કલરના કુર્તામાં જોવા મળી રહ્યો છે. ફોટો ઘણો બ્લર છે જેમાં વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. ફોટામાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. જોકે આ ફોટો રિયલ છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી. આ ફોટો આલિયાના ફેન ક્લબ પેજ પર શેર કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયાએ તેમના લગ્નમાં માત્ર 4 ફેરા લીધા હતા. સામાન્ય રીતે દરેક લગ્નમાં સાત ફેરા લેવામાં આવે છે અને કહેવાય છે કે બંને સાત જન્મો સુધી એકબીજાના બની ગયા. પરંતુ રણબીર-આલિયાના લગ્નમાં ખાસ કરીને ચાર ફેરા લેવામાં આવ્યા હતા. આ ચાર ફેરાનું પણ પોતાનું મહત્વ હતું. આ વાતનો ખુલાસો ખુદ આલિયાના ભાઈ રાહુલ ભટ્ટે કર્યો છે.

એક ઈન્ટરવ્યુમાં રાહુલે કહ્યું કે લગ્નમાં સાતને બદલે 4 ફેરા લેવામાં આવ્યા હતા. લગ્નમાં ખાસ પંડિતોને બોલાવવામાં આવ્યા હતા, જેઓ કપૂર પરિવારની તમામ વિધિઓ પહેલાથી જ કરાવી રહ્યા છે. તેણે કહ્યું કે અમારા પરિવારમાં હવે અમે અલગ-અલગ ધર્મના છીએ.

Leave a Reply

Your email address will not be published.