સિધુ ની હત્યા બાદ બુલેટ પ્રૂફ ગાડી બનવાનો વધ્યો ક્રેઝ, જાણો બુલેટ ગાડી બનાવવાનો ખર્ચો કેટલો થાય

ફક્ત ભારતમાં પંજાબ અને મુંબઈમાં ચાર કંપનીઓ છે જે બુલેટ પ્રૂફ ગાડીઓ બનાવે છે. પંજાબમાં જલંધર અને મોહાલીમાં આ ખૂબ જ મોટા પાયે ઇન્ડસ્ટ્રીઝ જોવા મળી છે. જલંધરમાં ઉત્તર ભારતમાં સૌપ્રથમવાર કંપની સ્થાપિત કરવામાં આવી હતી.

જે સરકારી અને પ્રાઇવેટ ગાડીઓને બુલેટ પ્રૂફ કરી આપે છે. ત્યાર બાદ ૨૦૦૬માં મોહાલીમાં આ કંપની ખોલવામાં આવી હતી. મુંબઈમાં ટાટા મોટર્સના પ્લાન્ટમાં બુલેટ પ્રૂફ ગાડીઓ બનાવવામાં આવે છે. ફક્ત મુંબઈમાં આના સિવાય બીજી એક કંપની છે જે બુલેટ પ્રૂફ ગાડીઓ બનાવી આપે છે.

બુલેટ પ્રૂફ ગાડી બનાવવાનો ખર્ચ લગભગ 50 લાખ જેટલો થઈ જતો હોય છે.

મોટાભાગે બુલેટ ગાડી સેના, ગવર્મેન્ટ ઓફિસરો, તેમજ પ્રાઇવેટ મોટા લોકો વધુ પડતું ઉપયોગમાં લેતા હોય છે. સૌથી વધુ ફોરચુનર, ઓડી ,scorpio, બોલેરો, mercedes, તેમજ ટાટા સફારી નજર આવતી હોય છે.

બુલેટ ગાડીના ફક્ત કાચના બારી ૩૦૦ કિલો ની આવે છે. અને દરવાજા 1000 કિલો સુધી થઇ જતા હોય છે જેથી કરીને ગાડી નો વજન ખૂબ જ વધી જતો હોય છે.

બુલેટ ગાડી કરવા માટે સૌપ્રથમ જિલ્લાના મુખ્ય dc અથવા એમ ડી સી પાસે આવેદન કરાવવું પડતું હોય છે. અથવા પોલીસ કમિશનર જોડે લેખિતમાં આવેદન લેવું પડતું હોય છે ત્યારબાદ આ સૂચના ગૃહ વિભાગમાં મોકલવામાં આવે છે. જો આવેદન મંજૂર કરવામાં આવે તો કંપનીએ બુલેટ ગાડી બનાવી આપતી હોય છે.

Leave a Reply

Your email address will not be published.