સિંહ સાથે સેલ્ફી લેવી સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત ને ખૂબ જ ભારે પડી, જાણો સમગ્ર વાત

વન વિભાગમાં રહેલા પ્રાણીઓ સાથે કોઈપણ જાતના અડપલાં કરવા એ કાયદેસરનો ગુનો બને છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત એ ગીરમાં વસતા સિંહ સાથે સેલ્ફી લેતો ફોટો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

પરંતુ તેમના સામે કેટલાક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારબાદ વનવિભાગ દ્વારા તેમના ઉપર તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત જણાવ્યું કે સેલ્ફી લેવો ગુનો બને તો ખેતરમાં સિંહ આવી જાય તો કોની જવાબદારી?

સોશિયલ મીડિયા ઉપર તેમના ફોટા ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં નજર આવી રહ્યું છે કે ચારથી પાંચ સિંહ નું એક ગ્રુપ પાણી પીવા માટે ત્યાં આવી હતું. ધારાસભ્ય પ્રતાપ દુધાત સેલ્ફી ફોટો ક્લિક કરીને આવ્યા હતા.

વન વિભાગના નિયમો મુજબ કોઈ પણ પ્રાણી સાથે ફોટો લેવો એ કાયદેસરનો ગુનો બને છે તેમ છતાં ધારાસભ્ય દ્વારા સેલ્ફી ફોટો લઈને સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરતાં અનેક લોકોના સવાલો ધારાસભ્ય સામે ઉઠયા છે.

પ્રતાપ દુધાત સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેમના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરવાની વાત તેમણે સ્વીકારી હતી. ત્યારબાદ પ્રતાપ દૂધ આપે જણાવ્યું હતું કે વાડી ઉપર છે આવી જાય તો કોની જવાબદારી. તેમજ જ્યારે સભ્યે જણાવ્યું હતું કે બીજીવાર ધ્યાન રાખશે. ગીરમાં વસતા સિંહ આ મામલામાં વનવિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવતા હોય છે અને તે ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.