સ્માર્ટ અમદાવાદના રસ્તા પર પથરાયેલા પેવર બ્લોક અને લોકોના બેસવા માટે ગોઠવાયેલા બાંકડા છે કચરાની ગિફ્ટ… AMC એ ખરેખર કચરામાંથી બનાવ્યું કંચન

દરેક શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ની ગાડીઓ આવે છે અને ઘરમાંથી કચરો એકત્ર કરીને શહેરથી દૂર ઠલવે છે. આ રીતે શહેર સ્માર્ટ અને સુંદર બને છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની આવકમાં પણ આ કચરો મુખ્ય ભાગ ભજવે છે. આ ઉપરાંત કચરો એકત્ર કરનાર લોકોને રોજીરોટી પણ મળે છે.. જોકે આ કચરાને કંચન બનાવવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કર્યું છે. જેની ચર્ચા આજે દેશભરમાં થઈ રહી છે.

અમદાવાદ શહેરમાંથી જે કચરો એકત્ર કરવામાં આવે છે તે પીરાણા ડમ્પ સાઇટ ખાતે એકત્ર થતો હતો જેના કારણે અહીં કચરાના ડુંગર ખડકાયેલા જોવા મળતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પીરાણા ખાતે ના કચરાના ડુંગર ઓછા થઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ આ કચરાનો થતું રિસાયકલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કચરાનું રિસાયક્લિંગ કરવામાં આવે છે અને તેમાંથી ખાતર, પ્લાસ્ટિક વેસ્ટ, પેવર બ્લોક, ફળદ્રુપ માટી, બાકડા વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. ત્યાર પછી બાકી બચેલા કચરાનું બાયોમાઇનિંગ પીરાણા ડમ્પ સાઇટ ખાતે કરવામાં આવે છે.

આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાંથી રોજ 4500 મેટ્રિક ટન કચરો એકત્ર થાય છે જેનો નિકાલ પીરાણા ડમ્પિંગ સાઇટ માં થાય છે. શહેરમાંથી રોજ ડોર-ટુ-ડોર તેમજ સ્પોર્ટ કલેક્શન પરથી કચરો એકત્ર કરવામાં આવે છે. આ સિવાય કન્સ્ટ્રકશન અને ડીમોલેશન માંથી નીકળતો કચરો પણ અહીં એકત્ર થાય છે.

પીરાણા ડમ્પ સાઇટ ખાતે બાયો માઈનિંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેમાંથી ત્રણ વસ્તુઓ કાઢવામાં આવે છે. જેમાંથી ખાતરનો ઉપયોગ આવી શકે તેવી માટી પ્લાસ્ટિક અને મોટા રોડ અને પથ્થરો હોય છે.

આ સાથે જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અમદાવાદ શહેરની આસપાસના ગામડાઓના ખેડૂતોને પુરાણ કે સારી માટીની જરૂર હોય તો અહીંથી આપવામાં આવશે. આ રીતે લોકોને અંદાજે પાંચ લાખ મેટ્રિક ટન માટી આપવામાં આવી છે.

આ સિવાય ગાર્ડન વિભાગને અને કોર્પોરેશનના પ્લોટના પુરાણ માટે પણ અહીંથી જ માટી જાય છે. અમદાવાદ શહેરના ઘરે ઘરથી જે કચરો એકત્ર થાય છે તે તમામ કચરો શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા અને કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવેલા રિફ્યુઝ સ્ટેશન ખાતે લઇ જવાય છે.

અહીંથી લોકોને ટ્રાફિકમાં નડે તેવા વાહનમાં કચરો પિરાણા લઈ જવામાં આવે છે. કચરો સાઇટ પર પહોંચે પછી તેની પ્રોસેસ શરૂ કરવામાં આવે છે. હાલ ડમ્પિંગ સાઇટ પરથી રોજ 12 થી 15 હજાર મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 57 લાખ મેટ્રિક ટન કચરાને રીસાયકલ કરીને 35 એકરની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published.