સ્મોકિંગ માટે કાગડાએ કરી માણસ સાથે દોસ્તી, ઘણીવાર જાતે જ લઈ આવતો હતો સિગરેટ

સિગારેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે ફેફસાં સહિત શરીરના ઘણા ભાગોને અસર કરે છે. સિગારેટ પીનારાઓને ઘણીવાર ધૂમ્રપાન છોડવાની સલાહ આપવામાં આવે છે.પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પક્ષી સિગારેટનું વ્યસની હોય.

આટલું જ નહીં, તેને સિગારેટનો એટલી બધી તલબ હોય કે તેણે સિગારેટ પીવા માટે કોઈપણ વ્યક્તિ સાથે મિત્રતા પણ બાંધી લે. ધ સન દ્વારા અહેવાલ મુજબ, ઇસ્ટ સસેક્સના બેક્સહિલના 37 વર્ષીય પીટ કેટે ગયા વર્ષે તેની સંસર્ગનિષેધ દરમિયાન એક અનોખું પક્ષી જોયું હતું.

પીટ કેટ જણાવે છે કે કાગડાએ તેની સિગારેટ ચોરી લીધી હતી, એટલે સુધી કે એને માળીના ફેગ બટ્સ પણ લીધા હતા. આના પરથી સ્પષ્ટ થયું કે કાગડો સિરગેટથી ટેવાઈ ગયો હતો. કાગડાએ સિગારેટનો સ્વાદ ચાખ્યો હતો.

પીટે જણાવ્યું કે, એક દિવસ હું કામ કરી રહ્યો હતો. કાગડો સતત મારી પાછળ આવી રહ્યો હતો. પછી ક્રેગ આવીને તેના ખભા પર બેસી ગયો. તે સમયે પીટે સિગારેટ પીધી હતી અને તેને નીચે ફેંકી દીધી હતી. ક્રેગે તેને તેની ચાંચમાં લગાવી અને સિગારેટ પીવા લાગ્યો.

આ પછી બંને સ્મોકિંગ પાર્ટનર બની ગયા. દરરોજ ક્રેગ પીટ સાથે સમોક કરવા તેના ઘરે આવવા લાગ્યો. પીટે જણાવ્યું કે કાગડો મારા મોંમાંથી સિગારેટ છીનવી લેતો હતો અને પીવા લાગ્યો હતો.

આટલું જ નહીં, ઘણી વખત કાગડો પોતે સિગરેટ ગિફ્ટમાં લઈને આવતો હતો. બે બાળકોના પિતા પીટની ક્રેગ સાથે ઘણા મહિનાઓ સુધી મિત્રતા હતી. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેણે પીટના ઘરે આવવાનું બંધ કરી દીધું છે.

પીટે કહ્યું કે પક્ષી ઓક્ટોબર પછીથી પાછું આવ્યું નથી. પીટને ડર છે કે વધુ પડતી સિગરેટ પીવાને કારણે તેનું મૃત્યુ થયું હશે. આટલું જ નહીં, પીટે ચેન સ્મોકિંગ કરનાર આ અદભુત કાગડા સાથે તેની સાત વર્ષની પુત્રી ફોબી અને પાંચ વર્ષના પુત્ર ઓસ્ટિનને મડાવ્યા હતા. પીટ પાસે તે કાગડાના ઘણા ફોટા પણ છે.

પીટે તેના સ્મોકિંગ પાર્ટનર સાથે લગભગ છ હજાર તસવીરો ખેંચી છે. તેણે આ બધું NFT આર્ટવર્કમાં ફેરવ્યું અને ફોટા તેના ટ્વિટર હેન્ડલ, ક્રેગના નામ પર શેર કર્યા.

Leave a Reply

Your email address will not be published.