સંતરામપુરમાં ચાલુ વરસાદે બાળકી ને લાગ્યો કરંટ, બાળકી ને છોડાવવા માટે સ્થાનિકોએ કર્યા અનેક પ્રયત્નો… સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

ગુજરાતના મહિસાગર જિલ્લામાં સંતરામપુર માં પાંચ વર્ષની નાની બાળકીને વીજળીનો કરંટ લાગ્યો હતો જેના કારણે આ બાળકે વિજપોલ સાથે ચોટી ગઈ હતી અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક અને પરિવારના લોકોએ લાકડી વડે આ છોકરીને વિજ પોલ થી દૂર કરવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા.


મહિસાગર જિલ્લામાં આવેલા એક ગામમાં ખુલ્લા વીજળીના કારણે પાંચ વર્ષની એક દીકરી દ્વિતી જેને વીજળીના કરંટ લાગ્યો હતો અને આ દીકરી તાત્કાલિક ધોરણે બૂમો પાડવા લાગ્યા તે ત્યારબાદ સ્થાનિક લોકોને આ વિશે જાણ થતાં લાકડાનો ડંડો લઈને તેને થાંભલા થી દૂર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. વરસાદ પડવાના કારણે થાંભલા ઉપરથી કરંટ નીચે આવી રહ્યો હતો જેના કારણે બાળકીને નુકસાન થયું હતું.

આ નાની બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી તે સમયે અચાનક જ થાંભલા જોડે તે ખેંચાઈને ચોટી ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાના કારણે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી છે. બાળકી વીજળી સાથે ચોટી જવાનું મુખ્ય કારણ ખુલ્લા વાયરો ના કારણે શોર્ટ સર્કિટ થયું હતું.

થોડા દિવસો પહેલા એમજીવીસીએલ ને કોલ કરીને સમગ્ર પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી પરંતુ તે લોકોએ આ વિશે કોઈ પણ એક્શન ન લેતા અત્યારે સ્થાનિક લોકો ખૂબ જ ગુસ્સામાં આવી ગયા છે. સ્થાનિક લોકોમાં અત્યારે ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે જેના કારણે એમજીવીસીએલ સામે અનેક પ્રશ્ન ઉઠ્યા છે.

Leave a Reply

Your email address will not be published.