સોનૂ નિગમની ટિપ્પણી: બંધારણમાં ક્યાંય નથી લખ્યું હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા, જેને જે બોલવું હશે તે બોલશે

મનોરંજન જગતમાં હમણાં ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ગૃહ મંત્રી અમિત શાહએ હિન્દી ભાષાને લઈને આપેલ નિવેદન પછી થી નોર્થ અને સાઉથમાં ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બૉલીવુડ અભિનેતા અજય દેવગન અને કિચ્ચા સુદીપની વચ્ચે રાષ્ટ્રીય ભાષાને લઈને આ વિવાદ શરૂ થયેલ આ વિવાદ દરરોજ કોઈને કોઈ નવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ બાબતમાં ઘણા સ્ટાર્સ પોતાનો અભિપ્રાય જાહેરમાં કહી રહ્યા છે, તો હવે આ લિસ્ટમાં સોનું નિગમનું નામ પણ જોડાય ગયું છે.

સોનું નિગમ એ દરેક મુદ્દામાં પોતાનો અભિપ્રાય જાહેર કરતાં હોય છે. હમણાં જ એક ઇવેંટમાં તેઓ પહોંચ્યા હતા. આ ઇવેંટમાં તેમને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો તો ત્યારે તેમણે જણાવ્યું હતું કે આપણાં સંવિધાનમાં ક્યાંય પણ લખ્યું નથી કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. આખા દેશમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા હોઇ શકે છે પણ આપણી રાષ્ટ્રભાષા નહીં.

આ પછી તેમણે જણાવ્યું હતું કે આમ તો તમિલ સૌથી જૂની ભાષા છે. અવારનવાર લોકો વિવાદ કરતાં હોય છે કે તમિલ સૌથી વધુ જૂની ભાષા છે કે પછી સંસ્કૃત, પણ લોકો કહે છે કે સૌથી જૂની ભાષા એ તમિલ જ છે. તેમણે કહ્યું છે કે દેશમાં નવા મુદ્દા શરૂ કરવા કરતાં વધુ સારું એ રહેશે કે અન્ય બીજા મુદ્દાને સોલ્વ કરવામાં આવે, જેને જે પણ ભાષા સહજ લાગે તેને તે બોલવા દેવી જોઈએ. દેશમાં લોકોને હવે ભાષાને લઈને વહેંચશો નહીં. આ પહેલાથી જ ઘણા બધા ઝઘડા ચાલી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા થોડા દિવસથી ટ્વિટર પર અજય દેવગન અને કિચ્ચા સુદીપ વચ્ચે ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. વાત એમ છે કે સુદીપએ કહ્યું હતું કે હિન્દી રાષ્ટ્રભાષા નથી. આ પછી અજય દેવગનએ સુદીપને ટવીટ કરીને કહ્યું હતું કે જો હિન્દી રાષ્ટ્રભાષા નથી તો પોતાની ફિલ્મોને હિન્દીમાં ડબ કરી કેમ રીલીઝ કરો છો? આ પર સુદીપએ જણાવ્યું હતું કે તેમના શબ્દોને ખોટી રીતે સમજવામાં આવ્યા છે. આ પછી આ વિવાદ સતત વધી જ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.