સોશિયલ મીડિયાથી દુર રહે છે દિશા વકાણી, દીકરીની પણ નથી બતાવી ક્યારેય ઝલક, હવે લોકો પૂછી રહ્યા છે આ સવાલ

દિશા વાકાણીએ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં વર્ષો વિતાવ્યા છે, પરંતુ તેને ઘર-ઘર ઓળખાણ માત્ર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જ મળી જેમાં તેણે દયાબેનની મહત્વની ભૂમિકા ભજવી હતી.

2017 સુધી તે આ શોનો ભાગ હતી પણ પછી મેટરનીટી લિવ પર ગયા પછી દિશા ક્યારેય શોમાં પાછી ફરી શકી નહીં. ખાસ વાત એ છે કે દિશા વાકાણીના ચાહકો લાખોની સંખ્યામાં છે પરંતુ તેમ છતાં ન તો દિશા આ શોમાં જોવા મળી હતી અને ન તો તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.

દિશા વાકાણી વર્ષ 2017 માં માતા બની અને તેણે એક સુંદર પુત્રીને જન્મ આપ્યો જેનું નામ તેણે સ્તુતિ પડિયા રાખ્યું. હવે તેની લાડકી 4 વર્ષની થઈ ગઈ છે, પરંતુ આજ સુધી દિશાની દીકરીની ઝલક જોવા મળી નથી.

આટલું જ નહીં, તે ન તો શોમાં કમબેક કરી રહી છે અને ન તો તે સોશિયલ મીડિયા પર દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં, તેના ચાહકો ખૂબ જ નિરાશ છે કારણ કે તેઓ દિશા વાકાણીને શક્ય તેટલી વહેલી તકે શોમાં પાછા ફરતી જોવા માંગે છે.

અભિનેત્રી દિશા વાકાણી હવે 2022માં બીજી વખત માતા બની છે અને આ વખતે તેણે પુત્રને જન્મ આપ્યો છે. પરિવાર પૂર્ણ થવા પર તે ખૂબ જ ખુશ છે પરંતુ શું તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પરત ફરશે તે મોટો પ્રશ્ન છે. જે તેના ચાહકો છેલ્લા 3 વર્ષથી સોશિયલ મીડિયા પર સતત પૂછી રહ્યા છે,

અને હવે આ પ્રશ્ન વધુ વાજબી બની ગયો છે કારણ કે હવે મેકર્સ આ શોમાં દયાબેનની વાપસી વિશે વિચારી રહ્યા છે. અસિત મોદીએ પુષ્ટિ કરી છે કે તેઓ આ વર્ષે દયાબેનને શોમાં પરત કરવા જઈ રહ્યા છે પણ આ પાત્રમાં કલાકાર કોણ હશે એ વિશે હાલ એમને કઈ જણાવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published.