એસ.ટી બસ ડ્રાઈવરે બમ્પ એવો જોરદાર કુદાવ્યો કે મહિલા સીટ પર એવી કૂદી ને શરીરનું નુકશાન જાણી તમે કહેશો ઓ બાપરે…

લોકો પોતાના જીવનકાળમાં મુસાફરી કરવા માટે મોટાભાગે સરકારી એસટી નો ઉપયોગ લેતા હોય છે. પરંતુ કેટલીકવાર ખૂબ જ ચોંકાવનાર કિસ્સાઓ સામે આવતા હોય છે. આજે અમદાવાદના બેફામ ડ્રાઈવર પોતાના અંદાજમાં બસ ચલાવી રહ્યો હતો અને વધુ ઝડપે બમ્પ કુદાવતા મહિલા નીચે પડી હતી અને તેને ગંભીર ઈજા પહોંચી હતી.

ત્યારબાદ શરીરના ભાગોનું હલનચલન બંધ થઈ જતા મહિલાને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેમાં મણકાના ફેક્ચર થયું હતું અને તેમાં ત્રણ ફીટ કરવા પડ્યા હતા. જેથી પરિવારના લોકોએ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને આ મહિલાનું નામ શીતલ બેન છે જે વિખ્યાત કલાકાર પીરાજી સાગર ની પુત્રી હોવાનું સામે આવ્યું છે.

આ મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે શીતલબેન એ જણાવ્યું છે કે તે અને તેના પાયા ગાંધીનગર સચિવાલયમાં છેલ્લા દસ વર્ષથી પોતાની ફરજ બજાવી રહ્યા છે અને ૧૯મીના રોજ તેમના ભાઈ અને તે પોતે ગાંધીનગર અમદાવાદ એસટી બેસીને જઈ રહ્યા હતા તે દરમિયાન પાલડી સર્કલ ત્રણ રસ્તા જોડે ખૂબ જ મોટો જંપ બનાવવામાં આવ્યો હતો.

કેસર દરમિયાન ડ્રાઈવરે પોતાની બસ વધુ સ્પીડમાં હતી અને કંટ્રોલ કરતા કાબુ ગુમાવતા કારણે મહિલા સીટ ઉપરથી નીચે પડી ગઈ હતી અને થોડા સમય માટે મહિલા બસમાં બેભાન થઈ ગઈ હતી. જે તે કરીને સારી ના તેમના બીજા ભાગ હલન-ચલન કરી શકે તેમ ન હતા.

સ્થાનિક લોકોએ બસમાં તેમના ઉપર પાણી છાંટી અને બસ સાઇડમાં કરાવી તેમના પિતાને કોલ કર્યો હતો અને બસમાંથી નીચે ઉતારી તાત્કાલિક ધોરણે 108 બોલાવી ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અત્યારે શીતલ બેન ની આદત ખૂબ જ ગમ્યું જોવા મળી રહી છે કે પોતે જાતે ઊભા કે બેસી શકતા નથી.

આ દુઃખદ ઘટના બની તે સમયે તેમના જોડે જ હતા અને તેમને કહ્યું કે આ સમગ્ર ઘટના ૧૯મીના રોજ 7:30 વાગ્યા આસપાસ બની હતી. તેમનું કહેવું છે કે રાતોરાત જંપ બનાવવામાં આવ્યો હતો જે ડ્રાઈવરને દેખાયો ન હતો.

જેથી કરીને બસ વધુ ઝડપ માં આવી રહી હતી અને બસ જંપ કુદતા ભારે દુર્ઘટના સર્જાઇ હતી. તેમજ સીટી સ્કેન અને અમારા કરાવતા જ સામે આવ્યું હતું કે તેમને ફેક્ચર થયું છે જે ૨૨મીના રોજ તેમની ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમજ કમરમાં 3 સ્કૃ ફીટ કરવા પડ્યા હતા.

મહિપાલસિંહ નું કહેવું છે કે તે છેલ્લા દસ વર્ષથી સચિવાલયમાં જોબ કરે છે અને તે હંમેશા બે રસ્તાઓ ઉપરથી આવતા જતા હોય છે પરંતુ આજ દિવસ સુધી આવો બનાવ તેમને કોઈ દિવસ જોયો નથી અને તે અચાનક જ તે રોડ ઉપર બમ્પ બનાવી દેવામાં આવ્યો.

છેલ્લા દસ વરસથી બંને લોકો આ રૂટ ઉપરથી અવરજવર કરે છે પરંતુ આજ દિવસ સુધી કોઈ ઘટના જોવા મળી નથી પરંતુ આજે મોટી ઘટના સર્જાતાં સમગ્ર પરિવારમાં લોકો દુઃખી જોવા મળી રહ્યા છે તેમજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે પરંતુ હજી કેટલા દિવસ સુધી તેમને પથારીમાં આરામ કરવો પડશે તેની કોઇ ચોક્કસ માહિતી મળતી નથી.

મળતી માહિતી મુજબ ડ્રાઇવર સાથે વાતચીત કરવામાં ન આવી હતી કારણ કે ઘટના સ્થળ ઉપર અચાનક બેભાન થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તે કારણે તેમને ડ્રાઈવર ને ઉભો રાખ્યો ન હતો.

ત્યાર બાદ પરિવાર સાથે વિચાર વિમર્શ કર્યા બાદ પોલીસ માં કમ્પ્લેઇન કરવામાં આવી છે અને ડ્રાઈવરનું નામ જનકભાઈ સુથાર છે. પોલીસે બંને ભાઈ-બહેન નિવેદન નોંધી લીધું છે.

મીડિયા રિપોર્ટર ગીતામંદિર જોડે આવેલા ડેપો મેનેજર સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું છે કે ડેપો મેનેજર તરફથી પણ તપાસ કરવામાં આવી રહી છે અને થોડા સમયમાં તેની ચોક્કસ માહિતી આપવામાં આવશે આજે એસટી ડ્રાઇવર એટલે કે જનકભાઈ સુથાર બે દિવસની રજા ઉપર ઉતરી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.