સૂકા પડેલા તળાવમાં અચાનક ભરાઈ ગયું પાણી, ચમત્કાર નજરોનજર જોનાર માની રહ્યા છે ગંગામાતા પ્રગટ થયા.

તમે ઘણા ચમત્કારની વાતો અને વાર્તાઓ સાંભળી હશે અને તમે પોતે પણ ઘણીવાર આવી વાતો લોકોને કહી પણ હશે. એ બધી વાતોમાં મોટાભાગે અફવા અને ઉપજાવી દીધેલી જ વાતો હોય છે. બહુ ઓછા ચમત્કાર હોય છે જે લોકોએ રૂબરૂ અનુભવ્યાં અને જાણ્યા હશે. આજે એવા જ એક ચમત્કારની વાત અમે તમારી માટએ લઈને આવ્યા છે.

હાલમાં આપણાં રાજ્યમાં ખૂબ ગરમી ચાલી રહી છે. આપણે શહેરમાં તો ઘરે ઘરે પાણી નળથી આવી જાય છે પણ આજે પણ આપણાં રાજ્યમાં અનેક એવી જગ્યા છે જયા આજે પણ ઉનાળાની સિઝનમાં પાણીની એવી તંગી હોય છે કે તેમને પાણી શોધવા માટે અનેક કિલોમીટર ચાલીને ઘણું દૂર જવું પડતું હોય છે. આવી જ પરિસ્થિતિ થોડા સમય પહેલા હતી પાતાળ જિલ્લાના જશોમાવ ગામની.

ઓછો વરસાદ અને વધુ ગરમીને લીધે પાટણ જિલ્લાના તળાવો અને પાણીના સ્ત્રોત એ ખાલીખમ થઈ ગયા હતા. આવી પરિસ્થિતિ હોય ત્યારે અચાનક કોઈ સૂકું તળાવ પાણીથી છલકાઈ જાય એ વાત જાણે માનવામાં ના આવે છે. તમને જણાવી દઈએ કે આ તળાવમાં અચાનક પાણી આવી જતાં લોકોમાં ખૂબ કુતૂહલ સર્જાયું હતું.

ખરેખર એ કોઈ ચમત્કાર છે કે પછી કોઈ ગુપ્ત પાણીના સ્ત્રોતથી અહિયાં પાણી આવી ગયું એ તપાસ કરતાં સામે આવ્યું કે આ એવી જગ્યા છે જયા પાણી આવી રીતે આવી શકે એ શક્ય જ નથી. એટલે માની શકાય કે આ પાણી સીધું જમીનમાંથી બહાર આવ્યું છે.

આ ચમત્કાર જોઈને ગામના લોકો ખૂબ ખુશ થઈ ગયા છે. ઘણા લોકો છે જે આ ચમત્કારને નમન કરી રહ્યા છે. ઘણા લોકો માની રહ્યા છે આણે માતા ગંગાનું આગમન માની રહ્યા છે અને સ્વયંભુ પ્રગટ થયેલ પાણીને ઈશ્વરનો આશીર્વાદ માનીને માથે પણ ચઢાવી રહ્યા છે.

આવી કાળઝાર ગરમીમાં આ પ્રગટ થયેલ ચમત્કારિક પાણી એ અહિયાં રહેતા લોકો અને પ્રાણી પક્ષીઓ માટે આશીર્વાદ સાબિત થશે. તમે પણ આવું કશું સાંભળ્યું હોય કે જાણ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published.