સુનીલ શેટ્ટીએ મહેશ બાબુને પોતાની સ્ટાઈલમાં કહયું – બાપ બાપ હોતા હૈ

મહેશ બાબુ થોડા સમયથી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચાનો વિષય બનેલા છે. તેમના આપેલા નિવેદન બાદ સમગ્ર બોલીવુડ જગતમાં ખૂબ જ હલચલ જોવા મળી છે. આ વિવાદમાં અનેક કલાકારો પોતાનું મંતવ્ય રજૂ કરી રહ્યા છે. આ વિવાદમાં હવે બોલિવૂડના નામચીન વ્યક્તિ સુનીલ શેટ્ટી પણ જોડાઈ ગયા છે.

સુનીલ શેટ્ટી એક ઇવેન્ટમાં જણાવ્યું કે બોલિવૂડ અને સાઉથની ઈન્ડસ્ટ્રી વચ્ચે ખૂબ જ તકરાર થઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા છે. આ વિવાદ જાતે ઊભો કરવામાં આવ્યો છે. આપને ભારતીય છીએ અને દરેક ભાઈ-બહેન છે તેમાં કોઈ ભાષા વચ્ચે આવી જોઈએ નહિ. સુનીલ શેટ્ટી કહે છે મારો પણ જન્મ સાઉથ માં થયો હતો અને કર્મભૂમિ આજે મુંબઈ છે અને હું હંમેશાં મુંબઈકર જ રહીશ. આ સમગ્ર લોકો ઉપર નિર્ધારિત જશે કે તેમને કેવી મુવી વધુ પસંદ આવે છે.

સુનીલ શેટ્ટી કહે છે કે અમે ક્યારેય ભૂલી જઈએ છે કે લોકોને સારી રીતે યોગ્ય વસ્તુ પહોંચાડવી. ત્યારબાદ સુનીલ શેટ્ટી કહે છે કે સિનેમા અને ઓટીટી પ્લેટમાં વચ્ચે ખૂબ જ મોટો અંતર જોવા મળે છે. અને બાપ હંમેશા બાપ જ રહે છે.

સુનીલ શેટ્ટી જણાવે છે કે મોટાભાગના ભારતીય દર્શકો જ્યારે હીરો ની એન્ટ્રી થાય ત્યારે સીટી વગાડે છે. બોલીવુડ જગત આજે સમગ્ર દુનિયામાં પ્રથમ નંબરે છે. અને આજે ભારતની ઓળખાણ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.