સુપરમેનનો સ્ટંટ કરવા જતા બાળકના ગળામાં ફસાયો દુપટ્ટો, પાંચ બહેનો વચ્ચે એક જ ભાઈનું ઘટના સ્થળે થઈ ગયું મોત

લોકોની અત્યારે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાની ખૂબ જ આદત પડી ગઈ છે અને તેના માટે લોકો અવારનવાર સ્ટંટ કરતા નજર આવ્યા છે. જેના કારણે સુપરમેનનું સ્ટંટ કરતા પોતાના ઘરમાં દુપટ્ટો ફસાઈ જતાં એક બાળકનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

સમગ્ર ઘટના નોઈડા ની છે. ૧૩ વર્ષીય બાળક પોતાના રૂમમાં ચાર બહેનો સાથે સોશિયલ મીડિયામાં અપલોડ કરવા માટે વિડીયો બનાવી રહ્યો હતો પરંતુ અચાનક જ મોતને ઘાટ ઉતર્યો હતો. ચાર બહેનો એ સૌપ્રથમ દુપટ્ટો રૂમની છત ઉપર બાંધ્યો હતો અને નીચે પ્લાસ્ટિક ના ડબ્બા ઉપર ઊભો રહીને ૧૩ વર્ષીય યુવાન સુપરમેન સ્ટંટ કરતો હતો. પરંતુ દુપટ્ટો ગળા માં ફસાણો એને બાળક શ્વાસ રૂંધાવાના કારણે બેભાન થઈ ગયું હતો.

બેભાન અવસ્થામાં પોતાના ભાઈને જોઈને બહેનને ખૂબ જ ડરી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે બૂમ પાડીને પરિવારના અન્ય સભ્યો ને બોલાવીને બાળકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ બુધવારના દિવસે તેનું મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટના માં 13 વર્ષના બાળકના યુવાનનું મોત નિપજયું હતું. તેમજ પિતા સાત વર્ષ પહેલા ફેક્ટરીમાં એક કર્મચારી તરીકે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સમગ્ર પરિવારમાં શોકનું માહોલ છવાઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published.