સુરતમાં 6 મહિના પહેલા શરૂ થયેલા રોડના કામ પુરા ન થવાના કારણે લોકો રોષે ભરાયા

સુરતના નવાગામ વાવ ટીપી નંબર 45માં રસ્તા સહિતની બુનિયાદી સુવિધાઓનો અભાવ છે. આ વિસ્તારમાં કામરેજ અને સુરત વચ્ચે જેબી ડાયમંડ સ્કૂલની સામે અનેક સોસાયટીઓ બની છે. મોટી સંખ્યામાં લોકો રો હાઉસથી લઈને લો-રાઈઝ અને હાઈ-રાઈઝ ઈમારતોમાં રહે છે.

ઓક્ટોબર 2021માં અહીં રોડનું કામ શરૂ થયું હતું. પણ આ વિસ્તારમાં રોડનું કામ હજુ પૂરું નથી થઈ શક્યું. કોઈ કારણોસર હાલ રસ્તાનું કામ બંધ છે. જેના કારણે માર્ગો પર પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નવકાર રેસીડેન્સીમાં રહેતા એડવોકેટ વિપુલભાઈ શિરોયાએ જણાવ્યું હતું કે સુડાને વારંવાર રજૂ કરવામાં આવી છે. પરંતુ સુડાના અધિકારીઓના પેટનું પાણી હલ્યું ન હતું.

અધિકારીઓએ કામ કરવાની દિશામાં કોઈ પ્રયાસ કર્યો ન હતો. આ વિસ્તારમાં હંમેશા અકસ્માતનો ભય રહે છે. થોડા થોડા સમય પાણી પણ ભરાય છે. જેના કારણે સગર્ભાથી લઈને બાળકો અને વૃદ્ધોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નવકારના અધ્યક્ષ મનીષભાઈ લિંબાસિયા અને નરેન્દ્રભાઈ વામજા અને અરવિંદભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે, “અમે મુખ્ય રૂપથી રસ્તાની સમસ્યાથી પરેશાન છીએ. સુડાના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી આગામી 2 દિવસમાં કામની પ્રક્રિયા શરૂ કરતા નથી. તો અમે ગાંધી માર્ગની તર્જ પર ઉગ્ર આંદોલન કરીશું, જેની જવાબદારી સુડાના અધિકારીઓની રહેશે.

Leave a Reply

Your email address will not be published.