સુરતમાં ડાયમંડ બુર્સનું બધું જ કામ પૂરું, 5 જૂને થશે ગણેશ સ્થાપના

સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય 100 ટકા પૂર્ણ થયું છે અને 5મી જૂને 4200 ઓફિસના માલિકો ગણેશ સ્થાપન કર્યા બાદ 4200 દીવાઓ પ્રગટાવીને મહાઆરતી કરશે.

શહેરના હીરા ઉદ્યોગકારો સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે. ખાજોદમાં ડાયમંડ બુર્સનું બાંધકામ 100 ટકા પૂર્ણ થયું છે. સુરત ડાયમંડ બુર્સની તમામ ઓફિસોને 300, 500 અને 1000 ચોરસ ફૂટમાં ફર્નિચર બનાવવાનું પઝેશન આપવામાં આવ્યું છે. કામગીરી 100% પૂર્ણ થવાના કારણે 5મી જૂને સુરત ડાયમંડ બુર્સ ખાજોદમાં સાંજે 5 કલાકે ગણેશ સ્થાપન, મહા આરતી અને સભ્યોની મીટીંગ યોજાશે.

આ કાર્યક્રમમાં પહેલા ગણેશજીની સ્થાપના કરવામાં આવશે, ત્યારબાદ 4200 ઓફિસના માલિકો 4200 દીવાઓ પ્રગટાવીને મહા આરતી કરશે. તેમજ કોઈપણ સભ્યને કોઈ પ્રશ્ન હોય તો તે પણ પૂછી શકે છે.

ડાયમંડ બુર્સને વહેલી તકે શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણી કહે છે, “ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય 100 ટકા પૂર્ણ થયું છે.

તમામ સભ્યો એક સમયે એક કાર્યક્રમમાં હાજર રહે તે માટે રિયુનિયન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમે ડાયમંડ બુર્સ શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવા સખત મહેનત કરી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published.