સુરત માં ડ્રાઈવરને ખેંચ આવતા સિટી બસ ને હોટલની અંદર ઘુસવી નાખી, જાણો આ બનાવ વિશે વધુ માહિતી

રસ્તા પર અકસ્માત થવા એ સામાન્ય વાત થઈ ગઈ છે. અને એમાં પણ સિટી બસ ચાલક એ જે રીતે બેફામ બસ ચલાવતા હોય છે અને તેના કેટલા અકસ્માત થતાં હોય છે એ બધુ આપણે અવારનવાર સમાચાર અને ન્યૂઝમાં જોતાં હોઈએ છે. પણ જરૂરી નથી દરેક સિટી બસનો અકસ્માત એ ડ્રાઈવરની બેદરકારીને લીધે જ થાય. ઘણી વાર બસ ચાલકને કોઈ શારીરક તકલીફ થાય ત્યારે તે ડ્રાઈવર પોતાના બનતા પ્રયત્ન કરીને પણ યાત્રિકોના જીવ બચાવતા હોય છે આવા પણ ઘણા કિસ્સા આપણને જોવા અને વાંચવા મળ્યા છે.

આજે અમે વાત કરી રહ્યા છે એવા અકસ્માત વિષે જેમાં સુરત સિટી બસના એક ડ્રાઈવરને ચાલુ બસમાં ખેંચ આવી હતી. આવી તકલીફ થવાને લીધે ડ્રાઈવરએ બસ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આમ થવાને લીધે પહેલા બસ એક વેગન આર ગાડી સાથે ભટકાય છે. પછી તે બસ ત્યાં બે બાઇક સાથે પણ ભટકાય છે. આ પછી તે 126 નંબરની સિટી બસ સુરત લાલ દરવાજા પાસે આવેલ એક હોટલમાં ઘૂસી જાય છે.

આ સિટી બસ એ હોટલમાં ખૂબ જ સ્પીડમાં ભટકાઈ ગઈ હતી આ અકસ્માતને લીધે બસમાં બેઠેલ ચાર મુસાફરો ઘાયલ થઈ જાય છે. બસની આવી અચાનક ટક્કર થવાથી ત્યાં હાજર લોકોમાં અફરાતફરી થઈ જાય છે. ત્યાં અનેક લોકો ભેગા થઈ જાય છે. બસમાં આગળના ભાગમાં બેઠેલ ચાર ઘાયલ યાત્રિકો અને ડ્રાઈવરને 108 દ્વારા દવાખાન લઈ જવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.