સુરતમાં લાગેલી ભીષણ આગમાં ૧૫ બાળકોને બચાવનાર જતીન ને વધુ સારવાર માટે 40 લાખ ની જરૂર પડતાં, ગુજરાતી ઓ એ ફક્ત બે દિવસમાં મન ભરીને દાન આપ્યું

આશરે ત્રણ વર્ષ પહેલા સુરતમાં મોટા ખૂબ જ મોટી એક દુર્ઘટના જોવા મળી હતી. તક્ષશિલા ટ્યુશન ક્લાસીસ માં ખૂબ જ ભીષણ આગ લાગી હતી તેમાં કુલ ૨૨ જેટલા બાળકો પોતાનો અભ્યાસ કરી રહ્યા હતા.જે દરમિયાન તેમણે પોતાનો અંતિમ શ્વાસ ક્લાસીસમાં લીધો હતો.

ત્યારબાદ સમગ્ર ગુજરાત આ કિસ્સો જોઈને ડરી ગયું હતું અને ચિંતામાં મુકાઇ ગયું હતું. તે સમયે દયાભાવ રાખી ને જતીન નાકરાણી નામનો યુવક બાળકોને મદદ કરવા માટે દોડી ગયો હતો. પોતાનો જીવ તેની મુશ્કેલીમાં મુકી ને 15 બાળકોનો જીવ તેને બચાવી લીધો હતો. તેમજ સમગ્ર ગુજરાતમાં તેની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.

પરંતુ આ દુર્ઘટનામાં જતીન પણ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તે ને વધુ સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી જતી શારીરિક રીતે સ્વસ્થ થયો નથી અને પરિવારના લાખો રૂપિયા ખર્ચ થઇ જવાના કારણે હવે જતીનની વધુ સારવાર થઇ શકે તેમ નથી. પરિવારના લોકોએ જ તેમને બચાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે.

પરંતુ આજે જતીન અને તેના પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને હજુ પણ જતીન નેસારવાર માટે ડોક્ટરના કહ્યા મુજબ 40 લાખ રૂપિયાની જરૂર છે. પરિવાર લોકોએ પહેલા પણ જતીન ની સારવાર માટે પોતાના સમગ્ર બચત વેડફી નાખી હતી. હવે પરિવારજનો પાસે વધુ પૈસા ન હોવાના કારણે તે જતીનને સાર વાર આપી શકે તેમ નથી.

આ વાતનો ખુલાસો જ્યારે સોશિયલ મીડિયા ઉપર થતાં સમગ્ર ગુજરાતમાંથી ફક્ત બે જ દિવસમાં ૨૨ લાખ રૂપિયા જતીન ના ખાતામાં આવી ગયા છે. મળતી માહિતી મુજબ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ વિદેશમાં વસનારા આપણા ગુજરાતી ભાઈઓ પણ મદદ માટે સામે આવી ગયા છે અને જતીનને જલ્દી તૈયાર કરવા માટે અપીલ કરી રહ્યા છે.

જતીને કોઈપણ સાથ વિના ૧૫ બાળકોને બચાવ્યા હતા અને આજે પરિવારે પતિને બચાવવા માટે બેન્ક જોડેથી અથવા લોકો જોડે થી પૈસા લીધા છે .પરંતુ આજે જતીને ખરેખર સમગ્ર ગુજરાત વાસી ઓ ની નહિ પરંતુ દેશભરના તમામ લોકોની જરૂર છે. આજે દરેક લોકોએ મદદ માટે સામે આવવું જોઈએ અને મન ભરીને દાન આપવું જોઈએ જેથી કરીને જતીન જલ્દીથી તૈયાર થઈ જાય.

Leave a Reply

Your email address will not be published.