સુરત માં થયેલ તક્ષશિલા અગ્નિ કાંડ માં બાળકો ને બચાવનાર જતીન ની હાલત કેવી છે ? પરિસ્થિતિ એવી થઇ ગઇ છે કે જતીન હવે

પરિસ્થિતિ બદલાતા વાર નથી લાગતી, આ વાત તો આપણે ચોક્કસ રીતે જાણીએ છીએ. આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છે જે એક સમયે મોટા મોટા ન્યૂઝ પેપર અને મીડિયામાં અને ઈન્ટરનેટ ઉપર ખૂબ જ છવાયો હતો. પરંતુ આજે આ યુવકની ખૂબ જ ગંભીર હાલત થઈ ગઈ છે. જે સાંભળીને તમને વિશ્વાસ પણ નહીં આવે અને આજે આ ઘટના ફક્ત સુરત માં જ નહીં પરંતુ ગુજરાતમાં પણ દરેક લોકોને યાદ હશે. મે મહિનામાં સુરત શહેરમાં તક્ષશિલા માં ખૂબ જ મોટી દુર્ઘટના ઘટી હતી.

આ અકસ્માતમાં ૨૨ જેટલા બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના જ્યારે બની ત્યારે અનેક લોકો ત્યાં હાજર હતા પરંતુ ફક્ત એક યુવાને પોતાના જીવની ચિંતા કર્યા વિના બાળકોનો સફર બચાવ કર્યો હતો.

પરંતુ આજે આ યુવાનને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે તેની વાત સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આ ઘટના બની તે સમયે ભરતભાઈ નાકરાણી નો દીકરો જતીન નાકરાણી તે જ બિલ્ડિંગમાં ફેશન ડિઝાઇનિંગ તરીકે બાળકોને અભ્યાસ કરાવતો હતો અને આ ઘટના 23 may 2019 ના દિવસે જોવા મળી હતી.

 

ભરતભાઈનો આ મોટો દીકરો છે અને તેમને બે નાની દીકરીઓ પણ છે ભરતભાઈ પોતાનું ઘર બેંક સમક્ષ ગીરવે મુકીને તક્ષશિલા ભાડે ચલાવવા માટે લીધી હતી પરંતુ વિધાતાના લેખ માં કંઈક બીજું લખેલું હતું. જેથી કરીને બિલ્ડિંગમાં આગ લાગવાના કારણે આ યુવક બાળકો નો બચાવ કરતા પોતે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે સમયે તેને બ્રેઈન હેમરેજ થઈ ગયા એના કારણે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તે પોતે યાદશક્તિ કોઈ બેસવાના કારણે જીવતી લાશ બની રહી ગયો છે.

પરિવાર ઉપર ખૂબ જ ગંભીર આફત જોવા મળી રહી છે કારણ કે બેંકવાળા હવે ગમે ત્યારે ઘર ખાલી કરાવી શકે તેમ છે. કમાતો દીકરો હવે પોતાની યાદશક્તિ ભૂલી જવાના કારણે માતા-પિતાને પણ ભૂલી જાય છે. તેમજ જતીન યાદ શક્તિ માટે હજુ મગજ નું એક ઓપરેશન કરાવવાનું બાકી છે. અંદાજિત ૧૫થી ૨૦ લાખ રૂપિયા ખર્ચો આવે તેઓ સામે આવી રહ્યું છે. પરંતુ પરિવારના લોકો હવે ખૂબ જ દુઃખી થઈ ગયા છે કારણ કે તેમના જોડે હવે પૂરતા પૈસા નથી.

Leave a Reply

Your email address will not be published.