સુરતના વિદ્યાર્થીઓ સારા માર્કસે પાસ થતા ઢોલ ના તાલે ગરબા અને ડાન્સ કરતા નજર આવ્યા

ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીમાં ખૂબ જ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ગુજરાતી વધુ માર્ક્સ મેળવીને ખુબ જ સામાન્ય નજર આવી રહ્યા છે અને સ્થાનિક લોકો સાથે પોતાની ખુશી અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે. સુરત જિલ્લાનું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ઢોલ ના તાલે ડાન્સ અને ગરબા કરતા નજર આવ્યા છે.

 

ધોરણ-૧૦ના પરિણામમાં આજે સુરત શહેર એ પોતાનો ડંકો વગાડી ને વિદ્યાર્થીઓ સુરતનું નામ ખૂબ જ રોશન કર્યું છે. સૌથી વધુ પરિણામ ગુજરાતના સુરત શહેરનો આવતા વિદ્યાર્થીઓ ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. એ વન ગ્રેડ સાથે 2500 થી વધુ વિદ્યાર્થીઓ સુરત ના પાસ થયા છે. સુરત શહેરનું પરિણામ આજે 75.64 આવ્યું છે. જેથી આજે સુરત ખૂબ જ વિદ્યાર્થીઓના પરિણામ થી ચમકી ઉઠયું છે. વિદ્યાર્થીઓ પરિણામ બાદ ગરબા કરતા નજર આવ્યા છે.

સુરત શહેરના વિદ્યાર્થીઓનું પરિણામ આ વર્ષે પણ ખૂબ જ સારું આવવાના કારણે વિધાર્થીઓ સહિત વાલીઓમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો છે. 2500થી પણ વધુ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ સાથે પાસ થયા છે. વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં સમગ્ર શ્રેય તેમની માતા પિતાની આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published.