સુરતની મેયર ચાલુ કરી ખૂબ જ નવી પહેલ,હવે દરેક મુલાકાતીઓને ચોખા લઇ જવા પડશે મુલાકાત માટે..

સુરતમાં એક ખુબ જ સુંદર પહેલ કરવામાં આવી છે. સુરતમાં મેયર નું સ્વાગત માટે એક સખીમંડળ દ્વારા ફૂલની જગ્યાએ ચોખા આપીને તેમનો ખૂબ જ સુંદર સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન મળેલા ચોખા મેયર એ પોતાની ઓફિસમાં જ રાખ્યા હતા. બે દિવસ બાદ શ્રમજીવીઓ મદદ માટે ઓફિસમાં આવ્યા હતા તે સમયે મેયર તેમની ચોખા આપીને મદદ કરી હતી.

સુરત ના મેયર ની મુલાકાત માટે ખૂબ જ વધુ સંખ્યામાં સ્થાનિક અને દૂર-દૂરથી લોકો આવતા હોય છે. ત્યારે સુરતના મેયર એ દરેક લોકોને અપીલ કરીને જણાવ્યું હતું કે મળવા આવે ત્યારે ફુલ અથવા બુકે લાવવું જોઈએ નહીં જો સન્માન કરવાની ઈચ્છા હોય તો ચોખા લઈને આવવું. આ અપીલ બાદ સખી મંડળ ની મુલાકાતે પહોંચ્યું હતું અને તેમની ચોખા આપીને તેમનું સન્માન વધાર્યું હતું. આ વાત સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી છે અને દરેક લોકોને ખૂબ જ વધુ પસંદ આવી રહી છે.

સુરતમાં મેયર હેમાલી બોધાવાળા છે.સુરત ખાતે સ્વાગત થતા હેમાલી ખુબ જ ખુશ થઇ ગયા હતા અને દરેક લોકોને તેમને પ્રેરણા લેવી જોઈએ. એ હંમેશા લોકોની મદદ અને સેવા કરવા માટે તૈયાર રહેતા હોય છે. શ્રમજીવીઓ માટે તે હંમેશાં કંઈક ને કંઈક કાર્ય માટે આગળ આવતા હોય છે અને આ વખતે ચોખાના મારફતે તેમની એક નવી પહેલ કરીને શ્રમજીવી ઓને પૂરતું ભોજન મળી રહે તે માટે ખૂબ જ સુંદર અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published.