સુરતમાં આવાસ યોજનામાં કેટલાક પુરુષો દ્વારા મસાલા ની પિચકારી મારતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુસ્સે થતા લીધો ખૂબ જ કડક નિર્ણય

આજે સોમવારના દિવસે સવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક જ સુરત શહેરમાં આવેલા સુમન આવાસ ખાતે પહોંચી ગયા હતા. સુરતમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખૂબ જ ગંદકી ફેલાવવામાં આવી રહી છે. ત્યાર બાદ મહિલાઓને લઈને ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે અહીંયા લાકડી લઈને બેસવાની જરૂર છે. જો તમે લાકડી લઈને બેસશો તો અહીંયા કોઈ પણ ગંદકી નહિ કરે.

સુમન આવાસ યોજના માં રહેતી કેટલીક મહિલાઓ દ્વારા અનેકવાર ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ફરિયાદનો નિકાલ લાવવા માટે તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવી ત્યાં પહોંચી ગયા હતા. ઘટના સ્થળ ઉપર જતાં તેમને નજર આવ્યું કે કેટલાક લોકો માવા મસાલા ખાઈને પિચકારીઓ મારી રહ્યા છે.

ત્યારે હર્ષ સંઘવી જણાવ્યું હતું કે હાથમાં લાકડી લઈને ફરવા ની જરૂર છે જો કોઈ પણ વ્યક્તિ માવા મસાલા ની પિચકારી બિલ્ડીંગ અથવા લિફ્ટ ઉપર બગાડ કરતું નજર આવે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ત્યાર બાદ મહિલાઓએ જણાવ્યું કે પુરુષને કંઈ પણ કહેવામાં આવે તો તે ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે ત્યારે ગૃહરાજ્યમંત્રી દ્વારા આશ્વાસન આપતાં જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ તમારા ઉપર ગુસ્સે થાય તો તાત્કાલિક ધોરણે મને કોલ કરજો. તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ફરીથી ગ્રાઉન્ડ વ્યવસ્થિત બનાવા માટે પાંચ લાખ રૂપિયાની તાત્કાલિક ગ્રાન્ટ આપી હતી.

Leave a Reply

Your email address will not be published.