સુરતમાં સાઇકલ પ્રેમીઓ માટે નગર પાલિકાનો મોટો નિર્ણય, મેયરે જણાવ્યો પોતાનો પ્લાન

કોરોના કાળ બાદ શહેરમાં સાયકલનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. સાયકલના વધતા જતા ક્રેઝ વચ્ચે સુરત મહાનગર પાલિકા દ્વારા નવો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. સામાન્ય જનતા વધુને વધુ સાયકલનો ઉપયોગ કરે, એટલે શહેરમાં સાયકલ ટ્રેક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહાનગર પાલિકા દ્વારા બાઇક પાર્કિંગ ટ્રેકમાં જ 44 કિમીનો સાઇકલ ટ્રેક બનાવવા જઇ રહી છે. હાલમાં ગૌરવ પથ પર બનાવેલ સાયકલ ટ્રેક પર ગાડીઓ પાર્ક કરીને એમની પાસે ચાર્જ વસુલ કરવામાં આવે છે. એના લીધે લોકો બહાર સાયકલ ચલાવવા માટે મજબૂર થયા છે.

ઉલ્લેખનીય છે કે દેશના બધા શહેરોમાં સુરતને સ્માર્ટ સિટીમાં પહેલું સ્થાન મળ્યું છે. એવામાં સ્માર્ટ સિટી અંતર્ગત પાલિકા દ્વારા વધુને વધુ સાયકલ ટ્રેક બનાવીને પાલિકા લોકોમાં ફિટનેસ અવેરનેસ ફેલાવી રહી છે. એવામાં હવે પાલિકા દ્વારા બનાવવામાં આવેલો આ સાયકલ ટ્રેક લોકો માટે કેટલો ઉપયોગી બને છે તે જોવું રહ્યું.

આ અંગે મેયર હેમાલીબેન બોઘાવાલાએ વાત કરતા કહ્યું હતું કે સુરતના લોકો જેટલા લોચા ખાવા માટે પ્રખ્યાત છે તેટલા જ તેઓ પોતાના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતિત છે. આ જ કારણ છે કે લોકો વધુને વધુ સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સુરત મહા નગર પાલિકા દ્વારા પ્રજાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને 40 કિલોમીટરનો સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.