સુરતમાં પતિએ બીજા લગ્ન કરવાની વાત કરી તો પત્નીએ બતાવ્યું રૌદ્ર સ્વરૂપ

સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક પતિ તેની પત્નીને વારંવાર બીજા લગ્ન કરવાની વાત કરીને ઉશ્કેરતો હતો. દરમિયાન મંગળવારે રાત્રે પતિએ ફરી એકવાર પત્નીને ઉશ્કેરતા કહ્યું કે, તું અને તારી પુત્રી અહીંથી જતી રહે, અમે બીજા લગ્ન કરવાના છીએ, પછી શું થયું? પત્નીનો પારો ગરમ થઈ ગયો. તેને રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું, તેના પતિને નીચે પછાડ્યો, તેની છાતી પર બેસી ગઈ અને પછી કંઈક એવું કર્યું જે ન થવું જોઈએ.

સચિન જીઆઈડીસી નજીક પાલીગામ ગામની ઘટના, બિહારના વતની 32 વર્ષીય રાકેશ મહંતોની પત્ની નીતુદેવીએ ગળું દબાવી હત્યા કરી, હત્યા બાદ પતિ બેભાન થઈ ગયો છે તેવું નાટક કર્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સચિન જીઆઈડીસી નજીકના પાલી ગામમાં બીજા લગ્ન કરવાની વાત કહીને ઉશ્કેરનાર મજૂરનું ગઈરાત્રે પત્નીએ ગળું દબાવી હત્યા કરી નાખી હતી. સચિન જીઆઈડીસી પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાલીગામમાં ડીએમ નગરની સામે સાંઈ કૃપા સોસાયટીમાં રહેતા બિહારના 32 વર્ષીય રાકેશ મહંતો મજૂરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. તે તેની પત્ની નીતુદેવી (ઉંમર 27) અને તેમના પાંચ વર્ષના બાળક સાથે રહેતો હતો. રાકેશ તેની પત્ની નીતુને તેની પુત્રીને લઈ જવા માટે ઉશ્કેરતો હતો અને કહેતો હતો કે મારે બિહાર જઈને ત્યાં ફરી લગ્ન કરવા છે.

આ વાતને લઈને દંપતી વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. ગત રાત્રે રાકેશનો એની પત્ની સાથે એ કહીને ઝગડો થઈ ગયો કે એ ફરી લગ્ન કરવા માંગે છે. આ સાંભળીને નીતુદેવી ગુસ્સે થઈ ગઈ અને તેણે પતિ રાકેશ સાથે ઝઘડો કરીને તેને મોઢા પર માર માર્યો. જેના કારણે જમણી આંખના ભમ્મરના ભાગે નાની-મોટી ઈજા થઈ હતી. બાદમાં રાકેશની સાડી વડે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી.

રાકેશના ભાઈ ગોપાલ દશરથ મહંતો (ઉંમર-24, રહે. અર્હમ કોમ્પ્લેક્સ, પાલીગામ સચિન જીઆઈડીસી)એ તેની ભાભી સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. સચિન જીઆઈડીસી પોલીસે આરોપી નીતુદેવીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.