સૂરતમાં ટળી મોટી દુર્ઘટના, બ્રેક ફેઈલ થતા બેકાબુ બસ ઘુસી દુકાનમાં, બે મહિલા થઈ ઘાયલ

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં મંગળવારે એક દુકાનમાં બસ ઘૂસી જતાં બે મહિલાઓને ઈજા થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સિટી બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને ડ્રાઈવરે બસને નજીકની દુકાન તરફ વાળી દીધી હતી. દુકાનની બહાર પાર્ક કરેલી એક કાર અને કેટલાક ટુ-વ્હીલર આ અકસ્માતની હડપેટે આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે આજે સવારે રેલવે સ્ટેશન, દિલ્હી ગેટ વિસ્તારની એક દુકાનમાં બ્લૂ લાઇન સિટી બસ અચાનક ઘૂસી ગઈ હતી, જેના કારણે બસને નુકસાન થયું હતું અને પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે સવારે બસમાં લગભગ 3 મહિલાઓ હતી. તેને સામાન્ય ઈજાઓ થઈ છે. ઘટના બાદ તરત જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. એ પછી ઘાયલોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published.