સુરતમાં યુવતીને લગ્ન બહાને વેચવામાં આવી 1.65 લાખ માં, જાણો સમગ્ર ઘટના

ગુજરાતમાં દિવસે-દિવસે ખૂબ જ ગંભીર ગુના સામે આવે છે. ફરી એકવાર ગુજરાતના વડોદરા શહેરમાં ભાડાના મકાનમાં રહેતી એક છોકરીને ટોળકી દ્વારા તેને 165000 માં દ્વારકાના યુવક સાથે વેચી દીધી અને તેના જોડે લગ્ન કરાવી દીધા હતા. ત્યારબાદ આ છોકરી એ પોલીસ કેસ દાખલ કર્યો છે જેમાં આઠ આરોપીમાંથી ચારની ધરપકડ કરી અને અટકાયત કરવામાં આવી છે. મુખ્ય આરોપી રોકી પટેલને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

ત્રણ વર્ષ પહેલા નવસારીના યુવક સાથે આ યુવતી રહેતી હતી. ત્યાર બાદ યુવક જોડે લડાઈ થતાં તે પોતાના માતા ના ઘરે પરત ફરી હતી. પોતાનું ગુજરાન ચલાવવા માટે આ છોકરીએ હીરાઉદ્યોગમાં કામ શરૂ કર્યું હતું. તે સમયે તેની મિત્રતા દક્ષા રાઠોડ જોડે થઈ હતી. ત્યારબાદ દક્ષા રાઠોડ આ યુવતીના લગ્ન કરાવી આપવાની જવાબદારી લઈ લીધી હતી.

દક્ષાબેન રાઠોડ માં સંપર્ક માં ખુબ જ લોકો હતા જેમાં રોકી ભરતભાઈ પટેલ જે મુખ્ય આરોપી છે. તેઓ પોલીસનો દાવો છે આ યુવતીનો સંપર્ક રાજુભાઈ વીરાભાઇ સાથે થયો હતો જે દેવભૂમિ દ્વારકા ના રહેવાસી છે અને તેમના જોડે લગ્ન કરી આપવા માટે સમગ્ર પ્લાન કરવામાં આવ્યો હતું.

ત્યારબાદ આ યુવતીના લગ્ન રાજુભાઈ સાથે થઈ ગયા હતા. પરંતુ તેને એ વાતની જાણ હતી ને કે તેને પૈસામાં વેચવામાં આવી છે. જ્યારે તેને આ વાતની જાણ થતા તેણે પોલીસને કોલ કરીને તેના ઘરે બોલાવી દીધી હતી. અને આ ઘટના સાથે જોડાયેલ દરેક વ્યક્તિ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.