સુરતના કાપડ માર્કેટમાં ટેમ્પોમાંથી કાપડ ચોરી કરતા યુવકનો વિડીયો વાયરલ, પોલીસે એકને પકડ્યો

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં થોડા થોડા સમયે લોકો દ્વારા કપડાં ચોરી કરવાનો વિડીયો સામે આવી રહ્યો છે. આજે અંજના વિસ્તારમાં એક યુવક ચાલુ ટેમ્પો પાછળ લટકી ગયો. પછી એનો સાર્વજનિક રૂપથી કાપડ ચોરી કરવાનો અને ટેમ્પોમાંથી નીચે ઉતરવાનો વિડીયો વાયરલ થયો છે.

ટ્રાફિકમાં ટેમ્પોની સ્પીડ જેવી ધીમી પડી અને એ ટેમ્પામાં ચડી જાય છે. આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક જાગૃત નાગરિકે આ ઘટનાને પોતાના ફોનમાં કેદ કરી લીધી. પોલીસે વાયરલ વિડીયોના આધારે અલ્તાફ ગુલનબેગ મિર્ઝાને અરેસ્ટ કર્યા છે.

કાપડ બજારમાં કપડાને લઈને જઈ રહેલા ટેમ્પાની પાછળ લટકીને અમુક યુવકો ખુલ્લેઆમ કાપડ ચોરી લે છે. થોડા દિવસ પહેલા આવી જ ઘટના બોમ્બે માર્કેટ પાસે થઈ હતી. જેમાં સ્પષ્ટ દેખાય છે કે યુવક ચાલુ ગાડીમાંથી કાપડ ચોરી રહ્યો હતો.

સીન પરથી ખબર પડે છે કાપડ બજારની આસપાસના વિસ્તારમાં હવે કાપડ ચોરોની એક ગેંગ સક્રિય છે જો કે પોલીસની દેખરેખ ટીમના આધારે આરોપીની પકડી લીધો.

બજારના વેપારીઓને હવે જાણ થઈ રહી છે કે રીંગરોડથી સહારા દરવાજા વિસ્તાર સુધી શિપમેન્ટ માટેના ટેમ્પોની પાછળથી મોટી સંખ્યામાં કાપડ માર્કેટમાં ચોરી થઈ રહી છે. આ રીતે શરૂઆતમાં તાકાની ચોરી થઈ હશે જેની ખુદ ટેમ્પો ચાલકને પણ જાણ ન હતી.

પરંતુ હવે આવા યુવકો ચોરી કરતા હોવાના વીડિયો સામે આવી રહ્યા છે. આ વીડિયો એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં શૂટ કર્યો હતો, જેના કારણે સમગ્ર મામલો સામે આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.