સુરેન્દ્રનગરની માતાએ કર્યું એવું કામ કે કાળજું કંપી જશે તમારું, દીકરાને બિસ્કીટ આપી રેલવે ટ્રેકની પાસે બેસાડ્યો અને પછી…

પ્રેમ પ્રકરણના ઘણા કેસ તમે જોયા જ હશે, ઘણા કિસ્સામાં પ્રેમીપંખીડાઓ એકસાથે રહેવમાં સફળ થાય છે તો ઘણામાં સાથે ન રહી શકવાના કારણે પોતાનું જીવન પણ ટૂંકાવી દે છે. આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં બન્યો છે.

એક સ્ત્રીએ તેના ચાર વર્ષના બાળકને રેલવે ટ્રેક પાસે બેસાડીને પોતે એના પ્રેમની સાથે જીવાદોરી સંકેલી લીધી હતી. સુરેન્દ્રનગરના મૂળીમાં આવેલા શેખપર ગામના શંકરભાઇ અને એમની પત્ની હેતલબેન ખેતરમા કામ કરીને જીવન વ્યતીત કરતા હતા.

આ બંન્નેનો એક ચાર વર્ષનો દીકરો પણ છે, એવામાં હેતલબેનને એમના મામાના દીકરા સુરેશ ભાઈ સાથે પ્રેમ થઈ ગયો અને હવે એ બન્ને એકબીજા સાથે રહેવા માંગતા હતા પણ હેતલના લગ્ન થઈ ચૂક્યા હતા એટલે બન્નેનું સાથે રહેવું શક્ય નહોતું.

જેના કારણે બન્નેએ પોતાનું જીવન ટૂંકાવી દેવાનું નક્કી કર્યું. બન્ને બાઇક લઈને દાણાવાડા ગામની રેલવે ટ્રેક પર પહોચ્યા અને અહીંયા હેતલબેને એમના દીકરાને બીસ્કીટ આપીને ટ્રેકની બાજુમાં બેસાડી દીધો અને પોતે પ્રેમી સાથે મળીને જીવન ટૂંકાવી દીધું.

જ્યારે લોકોને આ વિશે જાણ થઈ ત્યારે ત્યાં ભારે ભીડ એકથી થઈ ગઈ હતી. એ પછી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને તપાસ કરતા સમગ્ર ઘટના ધ્યાનમાં આવી હતી એ પછી પરિવારની હાલત કફોડી થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published.