સુરતમાં આવેલા નાનકડા ગામમાં આ દિવસે લોકો ઘરે તાળા મારીને ગામની બહાર નીકળી જાય છે, જાણો રહસ્યમય કારણ

ભારત દેશ પ્રાચીન કથાઓ માં વિશ્વાસ કરનાર દેશ છે. અને લોકો અહીંયા પરંપરા ઉપર વિશ્વાસ કરી વર્ષો વર્ષ સુધી તેનું પાલન કરતા હોય છે. આજે આપણે સુરતના એક એમાં ગામ વિશે વાત કરીશું જે લોકો આજે પણ એક અલગ જ પરંપરા નું પાલન કરી રહ્યા છે.

સુરત નજીક આવેલા ઇસનપુરમાં એક ખૂબ જ પ્રાચીન પરંપરા ચાલી રહી છે જ્યાં આખું ગામ એક દિવસે ખાલી કરી દેવામાં આવે છે અને ઘરના તમામ લોકો તારા માંડીને ગામની બહાર જતા રહે છે. આ ગામમાં કોઇપણ વ્યક્તિએ દિવસ તે દિવસે રહેતું નથી અને તેના પાછળ પણ એક રહસ્ય કારણ છુપાયેલ છે.

આ ગામ ખાલી કરીને ખૂબ જ મોટી શોભાયાત્રા કાઢવામાં આવે છે અને આ પરંપરા 35 વર્ષથી ચાલી રહી છે. દરેક લોકોને સવાલ થતો હશે કે લોકો કેમ પોતાના ગામ છોડીને બહાર જતા રહે છે. આજે અમે તમારા દરેક પ્રશ્નનો નું નિવારણ લાવીશું.

શોભા યાત્રા કાઢવા પાછળ કેટલાક કારણો છુપાયેલ છે. થોડા વર્ષો પહેલા આ ગામમાં રોગચાળાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું અને લોકો અચાનક જ મૃત્યુ પામવા લાગ્યા હતા. ફક્ત ઉંમરલાયક જ નહીં પરંતુ યુવાનો પણ મોતને ભેટવા લાગ્યા હતા ત્યારબાદ ગામલોકો દ્વારા સુખી જીવન જીવવા માટે એક દિવસ શોભાયાત્રા કાઢવામાં આવે છે.

તેમજ આ શોભાયાત્રા ગામના દરેક મહોલ્લામાંથી કાઢવામાં આવે છે અને હનુમાન દાદા ના મંત્ર જાપ કરવામાં આવે છે કે આ ત્રણ દિવસ દરેક લોકો પવિત્ર મનથી ભગવાનની પૂજા કરતા નજર આવે છે.

આ ત્રણ દિવસ સુધી કોઈના મરણમાં લોકો બેસણામાં પણ જતા નથી. હજુ સુધી આ નિયમ અકબંધ છે. આ શોભાયાત્રા ગામની બહાર સરહદ સુધી લઇ જવામાં આવે છે અને ત્યારબાદ આ સભા યાત્રા પૂરી કરતા દરેક ગ્રામજનો એક સાથે ભોજન કર્યા બાદ બે-ત્રણ કલાક સુધી જોડે રહીને છૂટા પડી જાય છે.

Leave a Reply

Your email address will not be published.