સુરતમાં લગ્ન કરી આંદામાન-નિકોબારમાં હનિમૂન બાદ પતિ અમેરિકા જતો રહ્યો, 50 લાખના દહેજની માગ

દેશમાં દહેજ પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે પરંતુ દિવસે દિવસે અનેક વાર આવા કેસો સામે આવતા હોય છે. આવો જ કિસ્સો સુરતમાં જોવા મળે છે. સુરત ના રહેવાસી જે હાલ અમેરિકામાં રહે છે જે છોકરી સાથે લગ્ન કરવા માટે સાસરીયા જોડે થી ૫૦ લાખ રૂપિયાનું દહેજ માગ્યો એવો કિસ્સો સામે આવ્યો છે. ત્યારબાદ સાસરીયા પક્ષ ના લોકોએ આ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ તે લોકો હનીમૂન માટે અંડમાન નિકોબાર ગયા હતા. ત્યારબાદ પહેલી એનિવર્સરી દરમિયાન તે પાછો આવ્યો હતો અને ફરીથી અમેરિકા ચાલ્યો ગયો હતો.

કોરોના કાળ દરમિયાન થયા હતા લગ્ન

સુરતના પીપલોદ વિસ્તારમાં એક 26 વર્ષની છોકરી પોલીસ સ્ટેશનમાં દહેજ પ્રથા વિરુદ્ધ પોતાના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે તેમજ છોકરા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યું છે અને આ છોકરો હાલ અમેરિકામાં કામ કરવા અર્થે ગયેલ છે.

લગ્નના પાંચ દિવસ બાદ પતિ ચાલ્યો ગયો વિદેશ


લગ્નના પાંચ દિવસ બાદ યુવક અમેરિકા પાછો ચાલ્યો ગયો હતો અને તેને કહ્યું કે હું થોડા સમયમાં પત્નીને ત્યાં બોલાવશે પરંતુ તેને કોઈ કોન્ટેક્ટ કર્યો નહીં.

50 લાખ લઈને અમેરિકા આવવાનું જણાવ્યું

આ યુવક લગ્ન દરમિયાન ઘરે આવ્યો હતો ત્યારબાદ કે મિત્રો સાથે દુબઈ ફરવા ગયો અને ત્યારબાદ ભારત આવીને તે અમેરિકા ચાલ્યો ગયો પોતાની પત્નીને લીધા વિના ત્યાર બાદ પત્નીએ તેના પતિને જણાવ્યું ત્યારે તેણે 50 લાખ રૂપિયાની માગણી કરી જો અમેરિકા આવવું હોય તો પચાસ લાખ રૂપિયા લઈને આવું જ પડશે.

Leave a Reply

Your email address will not be published.