સુરતના આર્મીમેન દર્શનભાઈનું વતનમાં થયું જોરદાર સ્વાગત, સામૈયું કરવા ઉમટ્યા હજારો લોકો

આર્મીના જવાનો પ્રત્યે દેશના દરેકે દરેક નાગરિકને ગર્વ હોય છે, તેઓ રાત દિવસ આપણી સુરક્ષા માટે સરહદ પર તૈનાત રહે છે અને જો દેશની સેવા કરતા કરતા શહીદ થવાનો સમય આવે તો એમાં ય એ જરાય વિચાર કરતા નથી.

આર્મીના જવાનોનું જીવન એવું હોય છે કે તેઓ જ્યારે ડ્યુટી પર જાય છે ત્યારે એમને ખબર પણ નથી હોતી કે ફરીવાર એમના પરિવારને મળી શકશે કે કેમ. તેમ છતાં એ પુરી નિષ્ઠાથી દેશની સેવા કરે છે અને આવા વીર જવાનો જ્યારે રિટાયર્ડ થઈને એમના ઘરે જાય છે ત્યારે એમનું ભવ્ય સ્વાગત તો થવું જ જોઈએ.

સુરતથી આવી જ એક ઘટના સામે આવી રહી છે. જ્યાં 17 વર્ષથી સેનામાં ફરજ નિભાવી રહેલા જવાન પોતાના ઘરે પરત ફરતા ગામના લોકોએ તેમનું ખૂબ જ ભવ્ય રીતે સ્વગત કર્યું.

સુરતના સચિન વિસ્તારમાં રહેતા દર્શન ભાઈ લીમ્બાચીયા છેલ્લા ૧૭ વર્ષથી દેશનું સેનામાં પોતાની ફરજ બજાવતા હતા. અને આટલા વર્ષો દેશ સેવા કર્યા બાદ જ્યારે તેઓ રિટાયર્ડ થઈને ઘરે પરત ફર્યા ત્યારે તેમનું સચિન વિસ્તારમાં રહેતા સ્થનિક લોકોએ ખુબ જ ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું.

રિટાયર્ડ આર્મી ઓફિસર દર્શન ભાઈનું સ્થાનિક લોકોએ ઢોલ નગારા અને ફૂલોની માળા સાથે ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં દર્શન ભાઈને ઓપન જીપમાં બેસાડીથી આખા શહેરમાં ફેરવવામાં આવ્યા હતા. લોકોએ તેમની પર ફૂલોનો વરસાદ વરસાવ્યો હતો. હજારો લોકો તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.