સ્વામિનારાયણ સંતના આત્મહત્યા કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા, કયા કારણસર સ્વામી એ કઈ આત્મહત્યા તે વાત આવી સામે

સોખડા માં આવેલ સ્વામિનારાયણ મંદિર થોડા સમયથી ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે. ગુણાતીત સ્વામીના આત્મહત્યા બાદ પોલીસ ખૂબ જ તપાસ કરી રહી છે. તેમજ જોડે રહેતા બીજા સ્વામી ને પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુણાતીત સ્વામીએ થોડાક સમય પહેલાં જ આપઘાત કર્યો હતો. ત્યારબાદ ઘટનાસ્થળ ઉપર પોલીસ આવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુણાતીત સ્વામી તાત્કાલિક ધોરણે મંદિર છોડવા માટે તૈયાર હતા. ત્યારબાદ આ વિશે વાત બીજા સ્વામી ને મળી હતી. અને ૨૭ એપ્રિલે ગુણાતીત સ્વામી નું મોત નીપજ્યું હતું. તેમજ જોડે રહેતા બીજા સ્વામીને પૂછપરછ કરતાં માહિતી મળી કે સ્વામી સવારે રૂમમાં આવ્યા હતા અને ગળે ફાસો ખાઈને પોતાનો જીવ ગુમાવી દીધો છે.

ત્યારબાદ ગુણાતીત સ્વામી ને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ વાતની જાણ પોલીસને થતા પોલીસે અંતિમ સંસ્કારની વિધિ અટકાવી દીધી હતી. ત્યાર બાદ પોલીસને માહિતી મળી કે ગુણાતીત સ્વામી ને અનીકા ધમકી આપવામાં આવી હતી તેમજ ૨૦થી વધુ સંતોને આત્મહત્યા કરવાનો વિચાર એક સમયે આવ્યો હતો.

આ ઘટનાના પગલે છ દિવસ બાદ ગુણાતીત સ્વામી એ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. તેમજ દરેક લોકોનું માનવું છે કે ગુણાતીત સ્વામી ને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો છે. તેમજ હરિભક્તો ને કહેવું છે કે દુનિયાને પ્રેરણા આપનાર લોકો કઈ રીતે આવું વિચારી શકે?

ત્યારે સંતોનું કહેવું છે કે તે પણ માણસ છે. ભગવાન નથી. તેમના પણ લાગણીઓ જોવા મળતી હોય છે અને જે દિવસ તેમની લાગણીને ઠેસ પહોંચી તે દિવસે તે આવા પગલાં ભરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published.