સવારથી લઈ રાત્રે ઊંઘો ત્યાં સુધી કઈ-કઈ ચાઈના વસ્તુનો ભારતીયો ભરપૂર ઉપયોગ કરે છે, જાણો….

આપણાં દેશમાં આપણી દરરોજ જરૂરિયાતની 80 ટકા વસ્તુઓ ચીન થી આયાત કરવામાં આવે છે. આજે પરિસ્થિતિ એવી બની ગઈ છે આપણાં દેશમાં સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી ખબર નહીં કેટલી બધી ચીનમાં બનેલ વસ્તુઓ વાપરતા હોઈએ છે. બોર્ડર પર તણાવ હોવા છતાં વર્ષ 2021માં ચીનની સાથે ભારતનો વેપાર 125.6 અરબ ડોલર સુધી પહોંચી ગયો હતો.

આ પહેલીવાર હતું જ્યારે વેપાર 100 અરબ ડોલરને પાર કરી ગયો. ચીનથી ભારતની આયાત 97.5 બિલિયન ડોલર હતો આએ નિર્યાત 28.1 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે જે પોતાનામાં એક રેકોર્ડ છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે આજે ભારતીય બજાર ચીની સામાન થી ભર્યા પડ્યા છે.

ચીનથી દર વર્ષએ મોટા પ્રમાણમાં કરોડો ડોલરના રમતના સામાન અને રમતના ઉપકરણ પણ ઇમ્પોર્ટ કરવામાં આવે છે. આપણાં દેશમાં આજે ક્રિકેટ બેટથી લઈને ટેનિસ રેકેટ સુધી દરેક સામાન ચીનથી આવે છે.

આપણાં દેશમાં વેચાતા 90 ટકા બાળકોના રમકડાં ચીનથી આયાત કરવામાં આવે છે. આ રમકડાંમાં જે પ્લાસ્ટિક વપરાય છે તે ખૂબ હાનિકારક પણ છે, પણ તેમ છતાં ચીન માટે આપણો દેશ એ સૌથી વધુ નફો કમાવવા વાળો દેશ છે.

આપણાં દેશમાં તમને Adidas, Nike, Puma સહિત જેટલી પણ મોટી બ્રાન્ડની કોપી એટલે કે નકલ દેખાય છે એ બધુ જ ચીનથી આયાત કરવામાં આવે છે. આ સિવાય દરેક પ્રકારના કપડાં પણ ચીનથી આયાત થાય છે.

આપણો દેશ આજે ચીન પર એટલો બધો નિર્ભર થઈ ગયો છે મેડિકલ ઉપકરણ પણ ચીનથી જ આયાત થઈ રહ્યા છે. ઓપરેશન થિએટરમાં વપરાતા સર્જીકલ ઉપકરણ પહેલા યુરોપ અને અમેરિકાથી આયાત કરવામાં આવતા હતા, પણ સસ્તા સામાનના ચક્કરમાં આપણે સ્વાસ્થ્ય સાથે રમત કરી દેતા હોઈએ છે.

છેલ્લા થોડા વર્ષથી ચીનથી આપણાં દેશમાં ફક્ત નાનો મોટો સામાન જ નહીં પણ સ્ટીલની સાથે સાથે લોખંડની બનેલ નાની મશીન ખૂબ મોટા પાયે આયાત થઈ રહી છે. આની પહેલા આ મશીનરી યુરોપ અથવા અમેરિકાથી આવતા હતા.

ભારતીય ખેડૂતો આજે સારી ખેતીના ચક્કરમાં ઘણા પ્રકારના હાનિકારક કેમિકલ્સ વાપરતા હોય છે. તે નામ માત્રથી ઓર્ગેનિક કેમિકલ્સ એ સ્વાસ્થ્યની માટે ખૂબ હાનિકારક હોય છે. આ સિવાય બીજા ઘણા કેમિકલ્સ ચીનથી આયાત કરવામાં આવે છે.

આપણાં બજારમાઆ આજે જેટલી પણ ફેન્સી વસ્તુઓ દેખાય છે તેમાંથી 90 ટકા વસ્તુઓ ચીનથી આયાત કરવામાં આવે છે. તેમાં પ્લાસ્ટિક ફર્નિચર પણ શામેલ છે. આ દરમિયાન તમને સસ્તો અને મોંઘો દરેક સામાન સરળ રીતે મળી જાય છે.

ભારતમાં આજે ચીનથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકનો સામાન આયાત થઈ રહ્યો છે. ભારતીય ઘરથી લઈને ઓફિસ સુધી દરેક જગ્યાએ મોટા પાયે ચીનની પ્લાસ્ટિક વસ્તુઓનો ઉપયોગ કરતાં હોય છે. આ પ્લાસ્ટિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ નુકશાનકારક માનવામાં આવે છે.

આપણાં દેશમાં સામાન્ય રીતે હેવી મશીનરી જર્મની, ફ્રાંસ અને યુરોપિયન દેશથી આયાત થાય છે પણ હવે તે વધારે પડતાં ચીનથી જ આવે છે. આમાં બધા પ્રકારના મશીન, મશીન સાથે જોડાયેલ સામાન, રેલવેનો સામાન, ન્યુક્લિયર રીએક્ટર, બોયલર, પાવર જનરેશનના સાધન અને મશીનરી પાર્ટ પણ છે. તેમ વાહન અને ગાડીની એસેસરીઝ પણ શામેલ છે.

Leave a Reply

Your email address will not be published.