તમારા હાથની આ આંગળીમા પહેરી લો ચાંદીની વીંટી તમારી કિસ્મતના ખુલી જશે દ્વાર

ઘણીવાર મનુષ્ય ને પોતાના જીવન મા એવું લાગતું હોય છે કે તે પોતે અગાથ પરિશ્રમ કરી રહ્યો છે તે છતાં પણ તેની જોઈતી સફળતા મળી નથી રહી. તે સફળતા માટે તમામ પ્રયાસો કરી રહ્યા હોય છે પણ સફળતા તેને હાથ નથી લાગતી. ત્યારે તેને આવું લાગતું હોય છે કે કદાચ તેનું ભાગ્ય જ ખરાબ છે કે જે તેને સાથે નહી આપી રહ્યું.

જો તમે પણ આવું જ કઈક વિચારતા હોય તો આજ ના આ આર્ટીકલ માં અમે તમને એક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેના ઉપયોગ બાદ તમારી કિસ્મત ચમકી શકે છે. દરેક મનુષ્ય ના હાથ ની તમામ આંગળીઓ કોઈ ન કોઈ ગ્રહ સાથે સંબંધ ધરાવતી હોય છે. આ ગ્રહો ને પ્રસન્ન રાખવા માટે ઘણીવાર હાથો મા અમુક વસ્તુઓ ધારણ કરવી પડતી હોય છે.

તો આ માટે જો તમારે પણ તમારું ભાગ્ય સુધારવું હોય તો તમારે તમારા અંગૂઠા માં ચાંદી નો છ્લ્લો ધારણ કરવો પડશે. ભારતીય હસ્તરેખા શાસ્ત્ર મુજબ શુક્ર નો સીધો સંબંધ માનવી ના હાથ ના અંગુઠા સાથે સ્થાપિત થયેલો માનવામા આવે છે. તો આ શુક્ર ને સુધારવા અથવા તો પ્રસન્ન કરવા માટે ચાંદી ધારણ કરવી પડે છે. આ માનવ શરીર ના હાથ ના અંગૂઠા થી લગતા જ્યોતિષ ઉપાય માનવી ને તમામ સુખ સુવિધા થી પરિપૂર્ણ જીવન પ્રદાન કરી શકે છે.

આ સિવાય ચાંદી ધાતુ માનવી ના મન ને શાંત રાખે છે, માનવ શરીર માં રક્ત ના પ્રવાહ ને વ્યવસ્થીત રાખવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ ચાંદી એક ઠંડક આપતી ધાતુ છે. જે માનવ શરીર ના કફ તેમજ જળ તત્વો ને કાબુ મા રાખે છે. આ સાથે જ આ ધાતુ માનવી ના માનસ પર ઘણી સારી અસર કરે છે. તો આ માટે જ મેષ, સિંહ, ઘન તેમજ મકર રાશિ ના જાતકો માટે આ ચાંદી ની ધાતુ વધુ સારી સાબીત થાય છે.

Leave a Reply

Your email address will not be published.