તમારી ઘરે ભોજન બનાવતા બળી ગયેલા વાસણ આ ઘરેલું ટીપ્સ થી થશે ચકાચક, અપનાવી જુઓ

અત્યારે કેટલીક વખત જમવાનુ એ બનાવતા સમયે તમારુ ધ્યાન એ નથી રહેતુ કે તમારા વાસણ એ બળી જાય છે. અને બળી ગયેલા વાસણનો ફરીથી ઉપયોગ કરવાનુ તમને મન થતુ નથી. પરંતુ આટલા મોંઘા વાસણને ફેંકી શકાય પણ નહી કારણ કે તેને વારંવાર બજાર માંથી લેવા એ અશક્ય છે અને આમ પણ સાફ કરવા માટે તમારે મોંઘામાં મોંઘા ડિટર્જન્ટનો એ ઉપયોગ કરે છે.

પરંતુ તેનાથી તમને કોઇ ફાયદો થતો નથી. અને એવામા કેટલીક ઘરેલુ વસ્તુના ઉપયોગથી તમે તમારા બળી ગયેલા વાસણને પહેલાની જેમ જ ચમકીલા બનાવી શકો છો. માટે તો આવો જોઇએ કે તે કઇ ઘરેલુ વસ્તુઓ છે કે જેનાથી વાસણને ચમકાવી શકાય છે.

૧) લીંબુનો રસ નો કરો ઉપયોગ

તમે લીંબુથી પણ સહેલાઇથી બળી ગયેલાને વાસણ ને સાફ કરી શકો છો. માટે તમારે સૌપ્રથમ એક કાચૂ લીંબુ લો અને તેને વાસણની સાઇડ પર લગાવી લો અને ત્યાર પછી તમે ત્રણ કપ ગરમ પાણી ઉમેરો અને હવે બ્રશથી તે બળી ગયેલા વાસણને સાફ કરો અને થોડીક મિનિટમા જ તમારા વાસણ એ સાફ થઇ જશે.

૨) બેકિંગ સોડા નો ઉપયોગ

તમારા બળી ગયેલા વાસણને સાફ કરવા માટે તમારે એક ચમચી બેકિંગ સોડામા ૨ ચમચી લીંબુનો રસ અને 2 કપ ગરમ પાણી ને વ્યવસ્થિત મિકસ કરી લો. અને ત્યાર પછી આ પાણીથી તમે વાસણને બરાબર રગડી લો બસ આમ કરવાથી તમારા બળી ગયેલા વાસણ એ એકદમ સાફ થઇ જશે.

૩) ટામેટા નો ઉપાય

તમે આ સિવાય ટામેટાના રસથી પણ બળી ગયેલા વાસણને વ્યવસ્થિત પહેલા જેવા જ સાફ કરી શકો છો. બસ તમારે એક વાસણમા ટામેટાનો રસ ને ઉમેરીને ગરમ કરી લો અને ત્યાર પછી તમે તેને સાફ કરો અને જો તમે ઇચ્છો તો તેમા તમે મીઠુ પણ ઉમેરી શકો છો.

૪) મીઠા નો ઉપયોગ

આ સિવાય મીઠાનો ઉપયોગ પણ બળી ગયેલા વાસણને સાફ કરવા માટે તમારે પાણીમા તમારે મીઠું એ ઉમેરીને તમે તેને મિક્સ કરી લો અને હવે પછી તેને બળી ગયેલા વાસણમા ૪ મિનિટ સુધી ઉકાળી લો અને ત્યાર પછી બ્રશની મદદથી તેને રગડી લો આમ કરવાથી ડાઘ એ સાફ થઇ જશે.

૫) ડુંગળી નો ઉપાય

આ રીતે તમે ડુંગળીનો એક નાનો ટૂકડો લો અને હવે તેને તમે બળી ગયેલા વાસણમા ઉમેરો અને તેમા તમે પાણી એ મિક્સ કરીને તેને ઉકાળી લો. પછી થોડીક વારમા જ બળી ગયેલા વાસણના આ નિશાન એ ગાયબ થઇ જશે.

Leave a Reply

Your email address will not be published.