તાપી કાંઠે રમી રહેલા 3 બાળકો ભરતીના પાણીમાં ખેંચાઈ ગયા, જેમાં 2 ના થયા મોત અને હજી એક બાળક લાપતા..

શુક્રવાર ના દિવસ એ ત્રણ બાળકો તાપીના નદી કિનારે રમી રહ્યા હતા. તે સમયે અચાનક જ ભરતી આવતા ત્રણ બાળકો ભરતીમાં ફસાઈ ગયા હતા. જે પૈકી બે બાળકોને મોત નીપજ્યું હતું તેમજ એક બાળક ની શોધ ખોળ મોડા સુધી ચાલુ હતી.

ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડની ટીમ બોલાવવામાં આવી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ,આ ત્રણ બાળકો રાંદેર ની ઇકબાલ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. ત્રણ બાળકો રમવા માટે તાપી નદી કિનારે શુક્રવારના બપોરે ગયા હતા. આ ત્રણ બાળકો રમવા માટે ખૂબ જ મશગુલ થઈ ગયા હતા. ત્રણ બાળકો રમવામાં ખૂબ જ વ્યસ્ત હતા.

તે સમયે ભરતી આવી અને બાળકો અંદર ફસાઈ ગયા હતા ત્યારબાદ સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે ઉપર ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. બાળકોને શોધવા માટે ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે કામે લાગી ગઈ હતી. જેમાંથી બે બાળકોના મૃતદેહ નદી માંથી કાઢવામાં આવ્યા હતા પરંતુ એક છોકરીની લાશ હજુ સુધી મળી નથી.

એક બાળકની લાશ હજુ મળી નથી

ઘટના સ્થળ ઉપર પોલીસ આવી ગઈ હતી ત્યારબાદ બે બાળકોના મૃત્યુ મળ્યા હતા જે ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. તેમજ આ બાળકોની ઉંમર સાત વર્ષ અને ૧૪ વર્ષ છે.

બાળકો નિયમિત રમવા માટે જતા હતા

આ ત્રણ બાળકો નિયમિત રમવા માટે જતા હતા. પાણી માં ભરતી આવતા ત્રણ બાળકો ફસાઈ ગયા હતા અને પોતાનો જીવ ગુમાવી દીધો હતો. પરિવારજનોમાં શોકનું માહોલ સર્જાઈ ગયું છે. તેમજ એક છોકરીની લાશ હજુ સુધી મળી નથી જેની શોધ ખોર કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.