તારક મહેતા કા ઉલટા ચશ્માના બાઘાની બાવરીએ આપ્યા ગ્લેમરસ પોઝ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરેક ઘરનો મનગમતો શો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. તેમાંથી એક બાઘાની ગર્લફ્રેન્ડ બાવરી એટલે કે મોનિકા ભદૌરિયા છે.

મોનિકા ભદોરિયા બાઘાની ગર્લફ્રેન્ડ બાવરીના રોલમાં જોવા મળી રહી છે. લોકોએ પણ આ પાત્રને ઘણો પ્રેમ આપ્યો. બાઘાનું ધ્યાન ભટકાવવા માટે શોમાં બાવરીના પાત્રને રજૂ કરવામાં આવ્યું હતું. મોનિકાની સ્ટાઈલ બધાને ગમી.

મોનિકાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં 6 વર્ષ સુધી કામ કર્યું હતું. 6 વર્ષ પછી તેણે અંગત કારણોસર શો છોડવાનો નિર્ણય કર્યો. ચાહકો હજુ પણ બાવરી એટલે કે મોનિકા ભદૌરિયાને મિસ કરે છે.

મોનિકા ભદૌરિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને સોશિયલ મીડિયા પર તેની સુંદર, ગ્લેમરસ અને સ્ટાઇલિશ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

મોનિકા ભદૌરિયા મૂળ મધ્યપ્રદેશની છે. અભિનેત્રી હોવા ઉપરાંત મોનિકા ભદૌરિયા એક સારી ચિત્રકાર પણ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની પેઇન્ટિંગ્સ ફેન્સને બતાવતી રહે છે.

Leave a Reply

Your email address will not be published.