‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ફેન્સ માટે ખરાબ સમાચાર ! આ કલાકાર છોડી રહ્યા છે શો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયસ ખૂબ જ લોકપ્રિય બની છે. 14 વર્ષથી પણ વધુ સમય આ સિરિયલ sony ઉપર આપણને જોવા મળે છે. પરંતુ થોડા સમયથી આ સીરિયલમાં કલાકારો પોતાનું કામ છોડી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પપ્પુ નો રોલ ભજવનાર ભવ્ય ગાંધી,

દયાભાભીનો રોલ ભજવનાર દિશા વાકાણી, તેમજ અંજલી ભાભી નો રોલ ભજવનાર નેહા મહેતા, અને સરદાર roshan singh સોરી એટલે કે ગુરુચરણ સિંઘ સોઢી આ શો છોડીને ચાલી ગયા છે. હવે જેઠાલાલ ના ખાસ મિત્ર તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા પણ શો છોડવાની તૈયારીમાં છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, શૈલેષ લોઢા તારક મહેતા છોડવાનું નક્કી કરી લીધું છે. છેલ્લા એક મહિનાથી તારક મહેતા આસોમાં નજર આવ્યા નથી, અને શો માં પાછા આવવાનો હજુ સુધી કોઈ પ્લાન બનાવ્યો નથી. જાણવા મળી રહ્યું છે કે, શૈલેષ લોઢા પોતાના જીવનમાં ખૂબ જ આગળ વધવા માટે છે અને તે જ કારણે તેને તારક મહેતા સીરીયલ છોડવાનો વિચાર કરી લીધો છે.

આ સિરિયલનો પ્રથમ એપિસોડ 28 જુલાઇ ૨૦૦૮ના દિવસે રિલીઝ કરવામાં આવ્યો હતો. ચાહકો જેઠાલાલ અને તારક મહેતા ની જોડી ને ખૂબ જ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published.