તારક મહેતા કા ઉલટા ચશ્માની ફેન છે દીપિકા પાદુકોણ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી કહી આ વાત

દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે તે ટીવી શો જોવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ભલામણ કરશે. વાત જાણે એમ છે કે એમને એક સવાલ જવાબ સેશન કર્યું છે. એમાં એમને પૂછ્યું કે શું કોઈ ટીવી શોની ભલામણ કરવા માંગે છે.આના પર તેણે ફ્લીબેગ, ટેડ લાસો, ફ્રેન્ડ્સ ફોરએવર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને યુફોરિયા જેવા શો જોવાનું કહ્યું છે.

દીપિકા પાદુકોણ આ પહેલા પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું પ્રમોશન કરી ચૂકી છે.તે આ શૉમાં જઈને તેની ફિલ્મોનું પ્રમોશન પણ કરી ચૂકી છે.આ શૉમાં રણવીર સિંહ પણ તેની ફિલ્મોનું પ્રમોશન કરતો જોવા મળ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક કૉમેડી શૉ છે.આ શો ખૂબ જ લોકપ્રિય છે. શોમાં ઘણા કલાકારોની મહત્વની ભૂમિકા છે.

દીપિકા પાદુકોણ એક ફિલ્મ અભિનેત્રી છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.તેની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે.દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.તે અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

જેના કારણે તેના ફેન્સ પણ ખૂબ જ પસંદ કરે છે. પાદુકોણે ઘણા કલાકારો સાથે કામ કર્યું છે.તાજેતરમાં તે રણવીર સિંહ સાથે ફિલ્મ 83માં જોવા મળી હતી.ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી.

દીપિકા પાદુકોણની ફેશન સેન્સ પણ ઘણી સારી છે.તે એક મોડલ પણ રહી ચુકી છે.તેણે ઘણા શોમાં વોક કર્યું છે.દીપિકા પાદુકોણની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.તે ઘણીવાર તેના ચાહકો સાથે વાતચીત પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published.