તારક મહેતાની બબીતાજીએ કેમ નથી કર્યું બીજા કોઈ શોમાં કામ, કારણ જાણીને ચોંકી જશો તમે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઘણા લાંબા સમયથી દર્શકોને એન્ટરટેઈન કરી રહ્યો છે. લગભગ 13 વર્ષથી આ શોને દર્શકોનો એકધારો પ્રેમ મળી રહ્યો છે. આ શોમાં બબીતા ​​જીનું પાત્ર ભજવીને મુનમુન દત્તા ઘર-ઘર લોકપ્રિય બની ગઈ છે. આ સિવાય મુનમુન દત્તા માત્ર કેટલીક ફિલ્મો કે શોમાં જોવા મળી છે, આવું કેમ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જૂની અભિનેત્રીઓમાં બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તાની ગણતરી થાય છે. બબીતાજી પર માત્ર જેઠા લાલ જ નહીં પણ ચાહકો પણ ફિદા છે. પરંતુ મુનમુન દત્તાએ માત્ર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો જ કેમ કર્યો? શું તમે જાણો છો આ પાછળનું કારણ?

વર્ષ 2004માં મુનમુન દત્તાએ હમ સબ બારાતીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે વર્ષ 2005 અને 2006માં બે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જો કે તેને કોઈ ખાસ ઓળખ મળી શકી નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ મુનમુન દત્તાનું ભાગ્ય બદલી નાખ્યું.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, વર્ષ 2008માં મુનમુન દત્તાએ એક્ટર અરમાન કોહલીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. આ સંબંધ તેના માટે ખૂબ જ દર્દભર્યો હતો. અરમાને મુનમુન દત્તા પર મારપીટ કરવાનું શરૂ કર્યું, જેની તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી. આ કારણે પણ મુનમુન દત્તાની કારકિર્દી પર અસર પડી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જ્યારે શરૂ કરવામાં આવી હતી, ત્યારે ક્રિટીકએ મુનમુન દત્તાના અભિનય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે સમયની સાથે મુનમુને શોમાં એક ખાસ જગ્યા બનાવી લીધી. પરંતુ આજે પણ તેમના માટે કોઈ મોટો ઓપશન સામે આવ્યો નથી. મુનમુન દત્તા સોશિયલ મીડિયા લવર છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટો વીડિયો શેર કરવાની કોઈ તક ચૂકતી નથી.

Leave a Reply

Your email address will not be published.