તારક મહેતાની રીટા રિપોર્ટર કેમેરા સામે થઈ બોલ્ડ, બતાવ્યા એકથી લઈને એક ચડિયાતા લુક

નાના પડદાનો કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ ઘણા નવા ચહેરાઓને એક ખાસ ઓળખ આપી છે. આમાંથી એકનું નામ પ્રિયા આહુજા છે.જો કે પ્રિયા આ પહેલા પણ ઘણા શોનો ભાગ રહી ચૂકી છે, પરંતુ અહીંથી તેણે એક ખાસ સ્થાન હાંસલ કર્યું.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પ્રિયા રીટા રિપોર્ટરની ભૂમિકામાં જોવા મળી રહી છે. જો કે, તે અમુક જ એપિસોડમાં જ જોવા મળે છે, પરંતુ તેના કારણે તેની ફેન ફોલોઈંગ ઘણી લાંબી થઈ ગઈ છે.

આવી સ્થિતિમાં, અભિનેત્રી હંમેશા સોશિયલ મીડિયા દ્વારા તેના પ્રશંસકો સાથે જોડાયેલી રહે છે અને અવારનવાર તેના ફોટા અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.

પ્રિયા રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ છે, તેની ઝલક તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. હવે અભિનેત્રીએ ફરીથી ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેનો અલગ લુક જોવા મળી રહ્યો છે.

શરૂઆતમાં તે મલ્ટી કલર્ડ ડ્રેસમાં જોવા મળે છે. આ પછી, તે બ્લેક જમ્પસૂટમાં અને પછી વન શોલ્ડર ટોપ અને પોલ્કા ડોટ પેન્ટમાં જોવા મળે છે.

પ્રિયાના દરેક અવતાર પોતાનામાં ખાસ છે. તે દરેક લુકમાં ખૂબ જ હોટ અને સુંદર લાગી રહી છે. હવે તેનો આ વીડિયો ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી. ખાસ કરીને લોકો તેના પરફેક્ટ ફિગરના દિવાના બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published.